Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

અમદાવાદમાં હવે ડોર ટુ ડમ્પ કચરો ઉપાડવા માટે નાગરીકોએ ચાર્જ ચુકવવો પડશે ?

એક ઘર દીઠ 1 રૂપિયો જ્યારે કોમર્શિયલ એકમ દીઠ પ્રતિ દિવસના 2 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

 

અમદાવાદ :અમદાવાદમાં હવે ડોર ટુ ડમ્પ કચરો ઉપાડવા માટે હવે નાગરીકોએ ચાર્જ ચુકવવો પડશે. એક ઘર દીઠ 1 રૂપિયો જ્યારે કોમર્શિયલ એકમ દીઠ પ્રતિ દિવસના 2 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. એનો મતલબ કે અમદાવાદમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ઘર દિઠ વર્ષે 365 રૂપિયા જ્યારે કોર્મશિયલ એકમને 730 રૂપિયા ચૂકવવા પડશે.

  એએમસી તંત્ર વસૂલત પ્રોપર્ટી બિલ મારફતે કરશે. અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરાશે અને બે દિવસમાં અંગે નિર્ણય લેવાય શકે છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માર્ક લેવા માટે રીતે નિર્ણય લેવાયો છે.

(1:03 am IST)