Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

નવાવાડજમાં ભરવાડ વાસમાં જૂથ અથડામણમાં ત્રણને ઇજા

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી : ઇજાગ્રસ્ત ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદ,તા.૧૧ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા મોટા ભરવાડવાસમાં ગઇકાલે ભરવાડ કોમનાં બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. ઘરની બહાર બીભત્સ ગાળો બોલતાં એક યુવકે પોલીસને જાણ કરતાં મારામારી થઇ હતી. આ મારામારીમાં ત્રણ જણાંને ઇજા થતાં સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને વાતાવરણ તંગ બની ગયું હતું. બીજીબાજુ, આ સમગ્ર મામલે વાડજ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નવા વાડજ મ્યુનિ. સ્કૂલ સામે આવેલ મોટા ભરવાડવાસમાં વિજયભાઇ સોમાભાઇ ભરવાડ રહે છે. તેમના ઘરની સામે આવેલા હનુમાન પાર્લર નામના ગલ્લા પર સંજય ભરવાડ, મહેશ ભરવાડ, અંકિત ભરવાડ, રોનક ભરવાડ, લલિત ભરવાડ, કાર્તિક ભરવાડ અને નરેશ ભરવાડ બેઠા હતા. આ તમામ શખ્સો જોરશોરથી વાતો અને ગાળાગાળી કરતા હોવાથી વિજયભાઇએ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતાં સંજય ભરવાડ અને વિજય ભરવાડ વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમ્યાનમાં સંજયના ભાઇ મૂકેશે લોખંડની પાઇપ લઇ આવી બોલાચાલી અને ઝપાઝપી કરી હતી, જેથી વિજયનાં પરિવારજનો બહાર દોડી આવ્યાં હતાં. સંજય સાથે બેઠેલા યુવકોએ પણ મારામારી શરૂ કરી હતી. આ મારામારીમાં મહિલા સહિત ત્રણને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસને જાણ થતાં વાડજ પોલીસ કાફલો ભરવાડવાસમાં દોડી આવ્યો હતો. વાડજ પોલીસે આઠ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(7:32 pm IST)
  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • પોરબંદર:દરિયામાં પાકિસ્તાન મરીનનો આતંક યથાવત:3 ભારતીય બોટ સાથે 18 માછીમારોના અપહરણ: IMBL નજીક માછીમારી વેળાએ બોટને ઉઠાવાઈ:અપહરણ કરાયેલ બોટ ઓખા અને પોરબંદરની હોવાની શક્યતા access_time 12:02 am IST

  • તાપી:કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલ 12 વર્ષીય બળા સાથેનો દુષ્કર્મ મામલો:બાળકીની માતા દ્વારા બાળકીના પિતા અને અન્ય એક વ્યક્તિ પર કરાઈ હતી બળાત્કાર ની ફરિયાદ: બાળકીએ સુરત સિવિલમાં હાલ થોડા દિવસ અગાઉ આપ્યો હતો બાળકને જન્મ:બાળકના ડીએનએ શકમંદો સાથે ટેસ્ટ કરતા થયો ખુલાસો:શકમંદ પિતા અને અન્ય એક ઈસમના ડીએનએ બાળક સાથે મેચ ન થયા:પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 12:03 am IST