Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજપીપળામાં પુરવઠાની દુકાનમાં ખાંડ અને તુવેરદાળની ફાળવણી બાબતે સંચાલકની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગની અવાર નવાર બૂમ ઉઠે છે જેમાં હાલમાં અમુક પુરવઠા દુકાનમાં ખાંડ નો જથ્થો વધુ ફડવાતા સંચાલકો પાસે એટલું વેચાણ નહિ હોવાથી ખાંડ પડી રહેતા પૈસાનું પણ રોકાણ થાય છે અને તુવર દળમાં ઓછી ફાળવણી થતાં ગ્રાહકો સાથે માથાકૂટ થવા બાબતે દુકાનદારે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે

દુકાનદારની રજૂઆત મુજબ રાજપીપળામાં ટ્રષ્ટ સંચાલિત એક દુકાનદારે ઉપરી કક્ષા એ કરેલી રજૂઆત મુજબ સરકાર તરફથી તુવર દાળની ફાળવણી ૫૦ % કરવામાં આવે છે .જેમાં રાજપીપલા શહેરની પંડીત દીનદયાળ ગ્રાહક સહકારી ભંડારની દુકાનોમાં તુવર દાળની ફાળવણી ઓછી છે જેથી પચાસ ટકા ફાળવણી માં અંત્યોદય બી.પી.એલ.અને એ.પી.એલ. કાર્ડ હોલ્ડરોને દાળ આપવામાં આવે છે જે કાર્ડ હોલ્ડરો માલ લઈ જાય છે તેને દાળ મળે છે બાકીના કાર્ડ હોલ્ડરો તુવરદાળથી વંચીત રહી જાય છે એટલે કાર્ડ હોલ્ડરો અને દુકાનદારો જોડે ઘર્ષણ થાય છે અને દુકાનદારો વિરૂધ્ધ અધિકારી ઓને ફરીયાદ થાય છે જેમાં નાહકના તપાસના બહાને દુકાનદારો તપાસણીનો ભોગ બને છે. શહેરી વિસ્તારમાં કાર્ડની સંખ્યા મુજબ ફાળવણી કરવા દુકાનદારે રજૂઆત કરી છે જો તે રીતે ફાળવણી ના કરવા માંગતા હોય તો પછી તુવરદાળ આપવાનું બંધ કરી દેવું જોઈએ જેથી લોકો સાથે ઘર્ષણના પ્રસંગો ના બને
અરજદારની ટ્રસ્ટની દુકાન સાથે હંગામી ધોરણે અન્યની બંધ પડેલી દુકાનના કાર્ડ જોડાયેલા છે.તેમાં અંત્યોદય બી.પી. એલ કાર્ડ તેમજ બાકીના એ.પી.એલ.કાર્ડ જોડાયેલા છે. અગાઉ પણ ખાંડ અંગેની ફાળવણી કરવા માટે લેખીત જાણ કરેલી છે.આજની તારીખે હંગામી દુકાનના કાર્ડમાં અપાતી ખાંડ સ્ટોકમાં બોલે છે . આ અગાઉ પણ લેખીત જાણ કરેલી ત્યારે ફકત જુન માસમાં ખાંડની પરમીટ નીકળી ન હતી જુલાઈ માસની પરમીટમાં પણ અંત્યોદય બી.પી.એલ.ની ૫૦ કિલો ખાંડ પરમીટમાં નીકળી છે . જયારે દરેક માસમાં ખાંડનું એટલું વેચાણ થતુ ના હોય તો દરેક પરમીટમાં ખાંડ ૫૦ કિલો મળી ૧ ક્વિન્ટલ જેવી ખાંડ પરમીટ નીકળે છે દરેક વખતે ખાંડની પરમીટ નીકળે છે તો ખોટો સ્ટોક બોલ્યા કરે છે બીજુ રૂા.નું પણ રોકાણ થયા કરે છે માટે ઓનલાઈન પરમીટમાં જે કોઈ અધિકારી પરમીટનું ટેબલ સંભાળતાં હોય તેમને સુચના આપવા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ નહિ આવતા સંચાલકો માં નારાજગી જોવા મળી છે.

(10:30 pm IST)