Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજપીપળા નગરને આધ્યતન સુવિધાથી સજ્જ શાક માર્કેટ મળશે : સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યું ખાતમુહુર્ત

રાજપીપલા નગરપાલિકા દ્વારા ખાત મુહૂર્ત કાર્યક્રમ માં 5.27 કરોડના વિકાસના કામોને મંજૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપલા : નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરમાં વર્ષો જૂનું શાકમાર્કેટ રાજપીપળાના મુખ્ય માર્કેટ વચ્ચે આવેલું છે. સાંકડી ગલીઓ અને પહેલા કરતા વેપારીઓ પણ વધ્યા અને વસ્તી વધારો પણ થયો જેને કારણે ટ્રાફિક જામ વધુ રહેતો હોય આ સાથે અનેક સમસ્યા સાથે સ્થાનિક વેપારીઓ અને શાકભાજી ખરીદી કરતા ગ્રાહકોને પણ તકલીફ પડતી હતી જેને કારણે લોક માંગને ન્યાય આપી પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ જુના શાકમાર્કેટ ને ખસેડી ગાર્ડન ના પાછળ ના ભાગે મોટી જમીન પાલિકાની વણવપરાયેલી પડી રહી હતી જેનો ઉપયોગ કરીને અંદાજિત 2 કરોડના ખર્ચે નવું અધ્યતન સુવિધા સજ્જ શાકમાર્કેટ બનાવવામાં આવશે જેનું ખાતમુહુર્ત સાંસદ મનસુખ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું જેમની સાથે મહારાજા રઘૂવિરસિંહ ગોહિલ, મહારાણી રુક્મણિ દેવી,સ્વામી સિદ્ધેશ્વરજી, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ભરતભાઈ વસાવા, મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડીયા સહીત પાલિકાની ટીમ હાજર રહી હતી.
રાજપીપલા ટાઉન હોલમાં યોજાયેલ ખાતમુહુર્ત કાર્યક્રમમાં  ખાસ કરીને 5.27 કરોડ ના કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. જેની મહિતી આપતા પાલિકા પ્રમુખ કુલદીપસિહ ગોહિલે જણાવ્યુ હતુ કે પોસ્ટ ઓફિસ પાસે મલ્ટી પર્પઝ  એસી. હોલ.બનવવામા અવશે જેમા.નીચે..જમવાનું એરેજમેન્ટ કરી શકાય ઉપર રીંગસેરેમની કે કોઇ ફંક્શન થઈ શકે, ટેનિસ કોર્ટ ખાતે આધુનિક ટેબલ ટેનિસ બનવવામા આવશે, પ્રાંત ઓફીસ ની સામે 17 જેટલી દુકાનો બનાવવામા આવશે કે જેને લઈને હાલ લારી ચલાવી કામ કરતા લોકો વ્યવસાય કરી શકે, ખારાફરિયાળા માં બોક્સ ડ્રેન, મોટી ગટરો  રોડ રસ્તા અને ગટર લઈ ને કામગીરી કરવામાં આવશે, આમ વિવિધ વિસ્તારોમા લોકોની માંગો ને જોતા 5.27 કરોડ ના કામો રાજપીપલા નગરપાલિકા દ્વારા શરૂ કરવમા આવી રહ્યા છે. આ સાથે  5000 વૃક્ષો વાવી ગ્રીન સીટી, ક્લીન સીટી રાજપીપલાને બનવવામા અવશે તેમ જણાવ્યું હતું.

(10:24 pm IST)