Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વડોદરાના ડભોઈરોડ સોમાતળાવ વિસ્તારમાં મહિલાના પર્સની લૂંટ કરી ફરાર ત્રણ બાઈક સવારને પોલીસે રંગે હાથે દબોચ્યા

વડોદરાઃ ડભોઇરોડ સોમાતળાવ વિસ્તારમાં મહિલાના પર્સની લૂંટ કરી ફરાર થયેલા ત્રણ બાઇક સવારને પોલીસે ઝડપી પાડયા છે. સોમાતળાવ પાસે શીવનગરમાં રહેતા સુમિત્રાબેન શર્મા  તા.૪થી વહેલી સવારે ઘર સામે સ્કૂટર પર પર્સ મૂકી ઘડિયાળ પહેરતા હતા ત્યારે બાઇક સવાર ત્રણ ગઠિયા તેમનું  પર્સ લૂંટી ગયા હતા.પર્સમાં રોકડા રૃ.૩ હજાર, મોબાઇલ અને  અન્ય મત્તા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ એફ ચૌધરી અને ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી આકાશ ગોપાલભાઇ કહાર(શિવમ એપાર્ટમેન્ટ,રાજમહેલ રોડ),અતુલ ઉર્ફે સુજલ ધર્મેશભાઇ કહાર ( પાણીગેટ,બાવચાવાડ) અને રૃપેશ ઉર્ફે બબલુ સત્યનારાયણ કહાર (કાકા સાહેબનો ટેકરો દાંડિયાબજાર)ને ઝડપી પાડયા છે.

(4:29 pm IST)