Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વડોદરા:વાસણામાં જમીન વેચવા બોગસ દસ્તાવેજો બનાવનાર શખ્સે સાત વર્ષે ઝડપવામાં આવ્યો

વડોદરાઃ વાસણાની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરવાના બનાવમાં વોન્ટેડ આરોપીને સાત વર્ષે પોલીસે નડિયાદ ખાતેથી ઝડપી પાડયો છે. વાસણાની સર્વે નંબર ૨૨/૧ નંબરની અંદાજે ૪૫હજાર ફૂટ જમીનનો વિવાદ થતાં ડિસેમ્બર-૨૦૧૫માં અનુજભાઇ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં જમીનનું ટાઇટલ ક્લિયરન્સ કરાવ્યા બાદ પરેશાબેન જોષીએ અનુજ પટેલને રદ ના થાય તેવો પાવર ઓફ એટર્ની આપ્યો હતો. પરંતુ તેમ છતાં મૂળ માલિકના પુત્ર રાજેશ હરમાનભાઇ પટેલ(લલ્લુ ત્રિકમની ખડકી,વાસણા),ખેંગાર રાણાભાઇ ભરવાડ (સંજુનગર,ગોત્રી) અશ્વિન બાબરભાઇ પટેલ (જયઅંબે સ્કુલ,નારાયણકુંજ સો., ભોલાવ, ભરૃચ મૂળ રહે.વાસુદેવ કોમ્પ્લેક્સ,વડતાલ)  અને સીમાબેન પટેલ( મુક્તાનંદ સો., કારેલીબાગ) દ્વારા બોગસ બાનાખત કરી વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા હતા. આ ગુનામાં વોન્ટેડ અશ્વિન પટેલ નડિયાદ ખાતે ચેરિટી કમિશનરની કચેરીએ આવનાર હોવાની વિગતો મળતાં ગોત્રી પોલીસે તેને ઝડપી પાડી તા.૧૬ સુધીના રિમાન્ડ લીધા છે.

(4:29 pm IST)