Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જોન ઇબ્રાહિમ, વિકી કૌશલ સહિતના બોલિવૂડ સ્‍ટાર સાથે લાખો અમદાવાદીઓ રાત્રે રોડ પર દોડશે

૨૭મીની રાત્રે દિવસ ઉગશે, લોકો ચાતક નજરે આ દિવસની રાહ જોઈ રહ્યા છે, અદભૂત આયોજન અંગે ઇન્‍ચાર્જ લોકપ્રિય પોલીસ કમિશનર અજય ચૌધરી ‘અકિલા' સમક્ષ રસપ્રદ બાબત વર્ણવે છે : ડ્રગ્‍સ વિરોધી અભિયાન, યુવા પેઢીને દૂર રાખવા અને ફિટનેસનું મહત્‍વ સમજાવતા કાર્યક્રમમાં ઠેર ઠેર મનોરંજન કાર્યક્રમનું આખી લાઈવ ફિલ્‍મ જોવા ,ઓન લાઇન રજી. કરાવી જાતે જોડાવ, આવી તક વારંવાર મળતી નથી, ઈન ચાર્જ પોલીસ કમિશનરની અકિલાના માધ્‍યમથી અપીલ

રાજકોટ, તા.૧૩:   અમદાવાદ અને ગુજરાતના ઇતિહાસમાં ભાગ્‍યે જ થયો હોય તેવો અદભૂત કાર્યક્રમ અમદાવાદમાં તા. ૨૭મીએ લોકોના અને રાજ્‍ય સરકારના  સહકારથી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્‍યો છે, તેની લાખો લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, રાજ્‍ય ભરમાં જેની ચર્ચા છે તેવો આ કાર્યક્રમ જેના સીધા માર્ગદર્શન હેઠળ યોજવાનો છે તેવા અમદાવાદના લોકપ્રિય ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી આખા આયોજન અંગે અકિલા સાથેની વાતચીતમાં માહિતી આપી જે અત્રે પ્રસ્‍તુત છે.                                   

યુવા પેઢીને નશાની અને ખાસ કરી ડ્રગ્‍સના દુષ્‍ણથી દૂર કરાવવા સાથે બોડી ફિટનેસનું મહત્‍વ સમજાવવા ખૂબ આવશ્‍યક હોય, રાજ્‍ય સરકારના આવા પ્રેરક પ્રયાસોને બળ મળે તે માટે યુવા પેઢીને પસંદ પડે તે પ્રકારનો રાઈટ હાફ મેરેથોન કાર્યક્રમ યોજવા માટે આયોજન કર્યું છે, આ માટે વિવિધ કી.મી.રૂટ નક્કી કરવામાં આવ્‍યો છે, ૨૭ ઓગસ્‍ટની રાત્રે દિવસ ઉગે અને યુવાધન મોટી સંખ્‍યામાં ઉમટી પડે સાથે વડીલ અબાલ વૃધ્‍ધ , મધ્‍યમ પેઢી પરિવાર સાથે સામેલ થઈ આ હેતુલક્ષી કાર્યક્રમનો હિસ્‍સો બને તેની પણ કાળજી રાખવામાં આવી છે .              

અજયકુમાર ચૌધરી દ્વારા વિશેષમાં જણાવેલ કે, યુવા પેઢી ડ્રગ્‍સ વિરોધી અમારા અભિયાનમાં વિશેષ સંખ્‍યામાં ઉમટી પડે તે માટે જેની ફીટ નેશના દ્રષ્ટાંત આપવામાં આવે છે તેવા જાણીતા બોલિવૂડ કલાકાર જોહન ઇબ્રાહિમ અને વિકી કૌશલ યુવા પેઢી સાથે અમદાવાદના રસ્‍તા પર દોડે તેવું આયોજન છે.    

આ કાર્યક્રમમાં બોલિવૂડ સ્‍ટાર સાથે ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર, ગળહ મંત્રી અને ટોચના ઉધોગપતિઓ દોડતા નજરે પડશે તે નજારો પણ અદભૂત હશે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ લશ્‍કરના હથિયારોના પ્રદર્શન માટે પણ આયોજન છે. ૨૧ કિમીના રૂટ પર જ્ઞાન સાથે ગમ્‍મત ના મનોરંજન કાર્યક્રમ યોજાશે.કોઈ જગ્‍યાએ જાણીતા બેન્‍ડની સુરાવલીઓ, શરણાઇના સૂર તો કોઈ જગ્‍યાએ વર્લ્‍ડ ક્‍લાસ ચિત્રો પણ જોવા મળશે, આ તો ફકત ઝાંખી છે, આ બધું જોવા માટે આખું પિકચર મતલબ જાતે ઓન લાઈન જોડાઈને નજારો માણવો એજ શ્રેષ્‍ઠ ઉપાય છે તેમ ઈન્‍ચાર્જ પોલીસ કમિશનર અજય  ચૌધરી જણાવે છે.

(10:50 am IST)