Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ઝરિયા ગામના દવાખાના પાસે બાઈક પર જતા યુવાન પર ઝાડ પડતા ગંભીર ઇજા,સારવાર માટે ખસેડાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરીયા ગામના દવાખાના પાસેથી મોટરસાઇકલ લઇ જઇ રહેલા યુવાન પર એક ઝાડ પડતા યુવાનને ગંભીર ઈજાઓ થઈ હોય તેને સારવાર માટે ખસેડાયો હતો
મળતી માહિતી મુજબ વિશાલ નંદુભાઇ( રહે. ઓરપા તા.ગરુડેશ્વર) નામનો યુવાન મોટરસાઇકલ લઇ જઇ રહ્યો હતો ત્યારે ઝરિયા ગામ પાસેના દવાખાના પાસે પહોંચતા ત્યાં એક ઝાડ અચાનક તેના ઉપર તૂટી પડતા યુવાનને ગંભીર ઈજાઓ થઈ હોય તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ગરુડેશ્વર પોલીસે આ બાબતે નોંધ લઈ કાર્યવાહી કરી છે.

(10:46 pm IST)