Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ભદામ ગામે જુગાર પર પોલીસે રેડ કરી 2,750 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 શખ્સોને ઝડપી લીધા :4 વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામમાં ચાલતા જુગાર પર રાજપીપળા પોલીસે રેડ કરી મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે ચાર નાશી ગયા હતા
મળતી માહિતી મુજબ આજરોજ રાજપીપળા પોલીસ નાં માણસો રંગ અવધૂત મંદિર પાસે પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમીના આધારે ભદામ ગામના ટેકરા પાસે ખુલ્લી જગ્યા માં જુગાર ચાલતો હોય ત્યાં પોલીસે રેડ કરતા નાસભાગ થઈ જેમાં નટુ લાલજીભાઈ વસાવા,સતીશ નટુભાઈ વસાવા અને ગુલાબ કાંતિભાઈ વસાવા તમામ રહે.ભદામ નાઓ રૂપિયા 2,750 સાથે ઝડપાઈ ગયા હતા જ્યારે પીન્ટુ નગીનભાઈ વસાવા,રાકેશ ભરતભાઈ વસાવા,શિવલાલ પ્રભાત ભાઈ વસાવા અને સોમાં રામજીભાઈ વસાવા પોલીસને જોઈ નાશી જતા આ ચારને વોન્ટેડ જાહેર કરી સાત શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

(10:42 pm IST)