Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

અમદાવાદ: નરાધમ પતિ અને જેઠાણીના અનૈતિક સંબંધની જાણ પત્નીને થઇ જતા પતિએ ઢોરમાર માર્યો: પરિણીતાએ લીધો પોલીસનો સહારો

અમદાવાદ: શહેરમાં મારો પતિ મારી જેઠાણી સાથે એક બેડ પર સુવે છે, હું ઘરમાં હોઉં છતાં તે મારી જેઠાણી સાથે સુવે છે તેવો આક્ષેપ એક પરિણીતાએ કર્યો છે. એટલું નહીં તેના પતિ અને જેઠાણીના અનૈતિક સંબંધની જાણ આખા ઘરને છે. ખુદ તેના સાસુએ વાત બહાર જાય તે માટે ધમકી આપી હતી. આખરે પરિણીતાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ચોંકાવનારો આક્ષેપ કરતી ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધવી છે. તેને નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન સમાજના રિવાજ મુજબ મધ્યપ્રદેશમાં થયા હતા. લગ્ન કરીને તે પતિના ઘરે પહોંચી ત્યારે બીજા દિવસે તેની સાસુએ તેને કહ્યું કે, તારા પતિ અને મોટી વહુ વચ્ચે સંબધ છે પણ તું આંખ આડા કાન રાખજે પહેલા તો પરિણીતા વાત નજર અંદાજ કરી પણ વાત સાચી સાબિત થવા લાગી હતી.

(12:17 pm IST)