Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સુરતના કાપોદ્રામાં હીરાનું કારખાનું બરાબર ન ચાલતા કારખાનામાં જ જુગારધામ શરૂ કરતા પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 33હજારના મુદામાલ સાથે 11શખ્સોની ધરપકડ કરી

સુરત: શહેરના કાપોદ્રામાં હીરા કારખાનદારે કામ બરાબર ચાલતુ નહોવાથી હીરાના કારખાનામાં જુગારધામ શરૂ કરી દીધું હતું. કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે બોમ્બે કોલોની પાસે અક્ષર ડાયમન્ડમાં ખાતા નંબર 13ના પહેલા માળે જુગાર રમાય છે.

બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી જુગાર રમાડનાર અને રમતા યોગેશ ઘનશામ સાકરિયા(રહે.અક્ષરદીપ સોસાયટી,વેડરોડ),ધર્મેશ સુરેશ કેવડિયા(રહે.સૌરાષ્ટ્ર કોલોની,લમ્બે હનુમાન રોડ),રાહુલ ડાહ્યા ભાયાણી(રહે.ભગુનગર સોસાયટી,સિંગણપોર ચાર રસ્તા),જૈનીશ વસંત પટેલ(રહે.રિવરવ્યુ હાઇટ્સ,મોટા વરાછા), ભાવેશ વજુભાઈ ધામેલિયા(રહે.અંબિકા વિજય સોસાયટી,વરાછા રોડ),ગૌતમ હિંમતભાઈ ખીચડિયા(રહે.ઓપેરા સિટી,ઉત્રાણ),સુરેશ ગાંગજી પટેલ(રહે.યોગી કોમ્પ્લેક્સ,અક્ષર ડાયમન્ટ,કાપોદ્રા),રાહુલ હરીશ જલાલપોર(રહે.વિહાર સોસાયટી,વેડરોડ),અભિષેક વિનોદ મેસીયા(રહે.અભિષેક રેસિડેન્સી,મોટા વરાછા),અંકુર અનીલ કાજીયા(રહે.મણીપાર્ક સોસાયટી,સિંગણપોર ચાર રસ્તા) અને હિરેન ઘનશ્યામ મોરબીયા(રહે.લક્ષ્મીકોમ્પ્લેક્સ,વરાછારોડ)ની ધરપકડ કરી હતી.

(12:17 pm IST)