Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

અમદાવાદ: નારોલ-અસલાલી હાઇવે નજીકથી પોલીસે ટ્રકમાં ઘઉંની બોરીની આડમાં દારૂની હેરાફેરી કરનાર બે શખ્સોને ઝડપી પાડ્યા

અમદાવાદ:નારોલ અલલાલી હાઈવે પરથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. નારોલ-અસલાલી હાઇવે પરથી રાજસ્થાન પાસિંગની ટ્રકમા ઘઉની બોરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે લોકોને પીસીબીએ ઝડપી પાડ્યા છે.

પોલીસને ઘટનામાં વિદેશી દારૂની બોટલ નંગ-2760 (230 પેટી) કિ.Rs.11,04,400, ઘઉની બોરી નંગ-480, મોબાઇલ તથા ટ્રક મળી કૂલ- Rs.22,62,000ના મુદામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઘટનામાં હરિયાણાથી દારૂ ભરી અમદાવાદ રાજુ નામના શખ્સને ફોન કરી આપવાનો હોવાનું બહાર આવ્યું છે.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ PCBની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદમાં બહારથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવનાર છે. રાજસ્થાન પાસિંગવાળા ટ્રકમાં હરિયાણાથી દારૂ ભરીને અમદાવાદ લવાઈ રહ્યો છે અને નારોલ- અસલાલી હાઇવે પરથી પસાર થવાની છે.

(12:14 pm IST)