Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સુરત: એકની એક દીકરીનું કોરોનામાં મૃત્યુ થતા પિતાને ભીખ મંગાવની પરિસ્થિતિ આવી

સુરત: દાયકાથી જરીની દોરીથી હજારો સાડીઓ, અગ્રખાઓ અને શેરવાનીમાં ચમકદાર વધારો કરનાર 75 વર્ષના વૃધ્ધએ હાલ ભીખ માંગવી પડી રહી છેસંભાળ રાખનાર દિકરીનું કોરોનામાં કરુણ મોત નીપજતા પિતા નોંધારા બની ગયા હતા. તેમની પાસે મિલ્કત હોવા છતા પુત્રો તેમને રાખવા તૈયાર નથી.

 


સુરતના કોર્ટ વિસ્તાર સોનીફળિયામા રહેતા બાલુભાઇ રાણા ઝરીના ઉઘોગ સાથે સંકળાયેલા હતા. તેમને સંતાનમા ત્રણ દિકરા અને બે દિકરી હતી. પત્નીનું અવસાન થયા બાદ બે દિકરા અલગ રહેવા ચાલ્યા ગયા હતા. બાદમા બાલુભાઇને તેમની મોટી દિકરી કૌશલ્યા સારસંભાળ રાખી જમવાનુ આપતી હતી અને દરમ્યાન બાલુભાઇનો મોટો દિકરો માનસિક રીતે અસ્વસ્થ બની ગયો હોવાથી તે બાલુભાઇ સાથે રહેતો હતો. જો કે કુદરતના મારે એક મહિના અગાઉ બાલુભાઇની સારસંભાળ રાખતી તેમની દીકરી કૌશલ્યાનું કોરોનાથી મોત નીપજયું અને દીકરીના મોત બાદ અન્ય કોઇ સંતાન તેમની સારસંભાળ માટે ઘરે આવતા હતા. વળી બાલુભાઇની 75 વર્ષની ઉંમર થઇ ગઇ હોવાથી તેઓ ચાલી પણ શકતા હતા. શારિરિક સ્થિતિ એટલી કથળી કે જાજરૂ-બાથરુમ પણ તેઓ જે રુમમા રહેતા ત્યાં કરતા હતા. બાલુભાઇ અને તેમના દિકરાને બે ટંકનુ ભોજન પણ નસીબ થતા ઘર નજીક આવેલી કચરાપેટી પાસે બેસી રહેતા અને આસપાસના લોકો દ્વારા નખાતો એઠવાડ ખાઈ પોતાનું પેટ ભરતા હતા. અંગે એક નાગરિકે સમાજ સેવક પિયુષ શાહને જાણ કરતા વૃધ્ધને રિક્ષામા બેસાડી ફરી તેમના ઘરે લઈ જવાયા હતા.

(12:12 pm IST)