Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજ્યભરમાં ચોમાસાની જમાવટ કરતા મેઘરાજા ૩૩ જીલ્લા ના ૨૩૪ તાલુકાઓ માં મેઘમહેર

માંડવી, સોનગઢ ૮ ઇંચ : ડેડીયાપાડા,જાંબુઘોડા અને પારડી 7 ઇંચ...ગણદેવી 6 ઇંચ... વાલોડ અને જેતપુર પાવી અને બારડોલી 5.5 ઇંચ : રાજ્ય ના ૬૯ ડેમ હાઈ અલર્ટ..૮૦ ડેમ અલર્ટ પર મધુબન ડેમ ના 2 દરવાજા ખોલાયા : ઉકાઈ ડેમ ની જળસપાટી ૩૩૦ ફૂટ ને પાર

(જીતેન્દ્ર રૂપારેલીયા-વાપી) : ચોમાસા ની આ સીઝન માં મેઘરાજા જાણે કોટો પૂરો કરવાના મૂડ માં હોય તેમ શ્રાવણ માસ માં સરવડા ને બદલે અનારાધાર વરસી રહ્યા છે 

   છેલ્લા 24 કલાક માં રાજ્ય ના ૩૩ જીલ્લા ના ૨૩૪ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૨૦૮ મીમી સુધી નો હેત વરસાવી રહ્યા છે આ સાથે રાજ્ય માં સીઝન નો કુલ સરેરાશ વરસાદ ૬૫ % જેટલો નોંધાયો છે .

  ભારે વરસાદ તેમજ પાડોસી રાજ્યો ના ભારે વરસાદ ને પગલે ત્યાં થી પાણી છોડાતા આપણા કેટલાક જળાશયો ની જળસપાટી સતત વધી રહી છે  રાજ્ય ના ૨૦૫ જળાશયો પૈકી ૬૯ ડેમો હાઈ અલર્ટ પર છે જ્યારે ૮૦ ડેમ અલર્ટ પર રખાયા છે .

  દક્ષીણ ગુજરાત પંથક ના છેવાડા ના દમણગંગા નદી પર આવેલ મધુબન બંધ ની જળસપાટી સતત વધી રહી છે આજે સવારે ૮ કલાકે આ જળસપાટી વધીને ૭૫.૫૫ મીટરે પોહોંચી છે ડેમ માં ૨૩,૯૮૬ કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૧૯૫૩ કયુસેક છોડાઈ રહ્યું છે ડેમ ના 2 દરવાજા 2 મીટર ખોલવાની ફરજ પડી છે.

  જ્યારે આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી ૩૩૦.૭૫ ફૂટે પોહોચી છે  ડેમ માં ૪૩,૮૬૦ કયુસેક પાણી નો ઇન્ફ્લો સામે 600 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. તેમજ સુરત પંથક ની કોઝવે ની જળસપાટી  સતત વધી ને ૭.૫૬ મીટરે પોહોંચી છે જેને પગલે કોઝવે બંધ રાખવાની ફરજ પડી છે 

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર  છેલ્લા 24 કલાક માં રાજ્ય ના વિવિધ વિસ્તારો માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો

    માંડવી ૨૦૮ મીમી,સોનગઢ ૧૯૦ મીમી,ડેડીયાપાડા ૧૭૯ મીમી,જામ્બુઘોડા ૧૭૭ મીમી,પારડી ૧૬૮ મીમી,ગણદેવી ૧૫૧ મીમી,વાલોડ ૧૩૫ મીમી જેતપુર પાવી અને બારડોલી ૧૩૨-૧૩૨ મીમી,વ્યારા ૧૨૯ મીમી,અંકલેશ્વર ૧૨૬ મીમી,ચીખલી અને વાંસદા ૧૨૫-૧૨૫ મીમી,ઉચ્ચલ ૧૨૧ મીમી,ભાણવડ ૧૨૦ મીમી,ખેરગામ ૧૧૮ મીમી,સિદ્ધપુર ૧૧૭ મીમી,હાંસોટ અને વઘઈ ૧૧૫-૧૧૫ મીમી,ડોલવણ ૧૧૩ મીમી ,સુરત સીટી ૧૦૪ મીમી,મહુવા ૧૦૨ મીમી,નેત્રંગ,ઉમરપાડા,ધરમપુર ૧૦૧-૧૦૧ મીમી,કપરાડા 100 મીમી વરસાદ નોંધાયો છે.

    વિજાપુર ૯૯ મીમી,વલસાડ 98 મીમી,નાંદોદ ૯૪ મીમી,સુબીર ૯૩ મીમી,ઉમરગામ ૯૨ મીમી,ચોર્યાસી અને વાપી ૯૦-૯૦ મીમી,તિલકવાડા અને માંગરોળ ૮૯-૮૯ મીમી,ભરૂચ ૮૬ મીમી,બોડેલી અને છોટાઉદૈપુર ૭૯-૭૯ મીમી,લોધિકા અને આહવા ૭૮-૭૮ મીમી,સંખેડા અને ધાનપુર ૭૪-૭૪ મીમી,ભિલોડા ૭૩ મીમી,કરજણ ૭૨ મીમી,ગરુડેશ્વર અને નવસારી ૭૧-૭૧ મીમી,વડોદરા,ઝગડિયા,વાગરા અને પલસાણા ૭૦-૭૦ મીમી,હિંમતનગર,કઠલાલ અને મહેમદાવાદ ૬૯-૬૯ મીમી,ઊંઝા અને જલાલપોર ૬૮-૬૮ મીમી,મુન્દ્રા,પાટણ અને ખેડા ૬૭-૬૭ મીમી,અમીરગઢ,શહેરા અને સાગબારા 66- 66 મીમી,કલ્યાણપુર,નડિયાદ અને ગરબડા ૬૫-૬૫ મીમી,સિનોર ૬૪ મીમી,ધોરાજી ૬૩ મીમી,સરસ્વતી ૬૨ મીમી,માતર ૬૧ મીમી,ઓલપાડ ૫૯ મીમી,દશ્કોઈ ૫૭ મીમી વરસાદ નોંધાયો છે ..

  આ ઉપરાંત વિસનગર,ગોંડલ અને બોટાદ ૫૬-૫૬ મીમી,ઇડર ૫૫ મીમી,વાલિયા અને કામરેજ ૫૪-૫૪ મીમી,મોરબી,જામજોધપુર અને આમોદ ૫૩-૫૩ મીમી,ડભોઇ અને બરવાળા 49-49 મીમી,પાદરા ૪૮ મીમી,નિઝર ૪૬ મીમી,ખેરાલુ અને જસદણ ૪૫-૪૫ મીમી,જેતપુર ૪૪ મીમી,વડગામ,કોટડાસાંગાણી,ભેસાણ,વાઘોડિયા અને નસવાડી ૪૩-૪૩ મીમી,હળવદ અને રાણાવાવ ૪૨-૪૨ મીમી,વાસો ૪૧ મીમી,વાડિયા ૪૦ મીમી,હાલોલ ૩૮ મીમી,મહેસાણા અને મહુધા 37-૩7 મીમી વરસાદ નોંધાયો છે.

    તેમજ  લાલપુર અને દેવગઢ બારિયા ૩૬-૩૬ મીમી,વડનગર અને જામકન્ડોરના ૩૫-૩૫ મીમી,સાંજેલી,ભાવનગર,જાંબુસર અને કુકરમુંડા ૩૪-૩૪ મીમી,ધોળકા,સંતરામપુર,ઘોઘા,વલ્લભીપુર ૩૩-૩૩ મીમી,મોડાસા ૩૨ મીમી,શિહોર ૩૧ મીમી,માંડવી,મેઘરાજ,જોડિયા ગલતેશ્વર ૩૦-૩૦ મીમી વરસાદ નોંધાયો છે.

આં ઉપરાંત રાજ્ય ના ૧૧૭ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૨૯ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે કે એટલે કે સવારે ૧૦ કલાકે મેઘરાજા સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારો માં હેત વરસાવી રહ્યા છે તો દક્ષિણ ગુજરાત પંથક માં વાતાવરણ ઘેરાયું છે તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે.

(10:29 am IST)