Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

બ્યુટી-કોસ્મેટિક્સમાં પુરૂષોમાં જાગૃતિ વધતી જાય છે :

દેશનું કોસ્મેટિક્સ માર્કેટનું કદ દસ અબજને પાર : બ્યુટી-કોસ્મેટિક્સ માર્કેટમાં નાયકાની ઉલ્લેખનીય સિદ્ધિ

અમદાવાદ, તા.૧૩ : દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી બ્યુટી અને કોસ્મેટીક્સસ ક્ષેત્રે નોંધપાત્ર બદલાવ આવ્યો છે અને તે એ કે, હવે બ્યુટી અને કોસ્મેટીક્સમાં માત્ર મહિલાઓની જ મોનોપોલી રહી નથી પરંતુ હવે પુરૂષો પણ તે ક્ષેત્રમાં ખાસ કરીને સૌંદર્ય પ્રસાધનને લઇ જાગૃતિ વધતી જાય છે. જેના કારણે દેશના બ્યુટી અને કોસ્મેટીક્સ માર્કેટમાં નોંધપાત્ર હરણફાળ નોંધાઇ છે, જેમાં ભારતના અગ્રણી બ્યુટી રિટેલર નાયકાએ સફળતાની બહુ મોટી છલાંગ લગાવી છે. દેશનું બ્યુટી અને કોસ્મેટીક્સ માર્કેટ આશરે દસ બિલિયન ડોલરને પણ આંબી ગયુ છે અને આવનારા વર્ષોમાં તે હજુ ઉંચુ જવાની આશા છે એમ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં અમદાવાદ મોલ ખાતે નાયકા લક્સ સ્ટોર ખાતે બ્યુટી બાર ઇવેન્ટ પ્રસંગે નાયકા.કોમના ચીફ બિઝનેસ ઓફિસર નિહિર પરીખે જણાવ્યું હતું.

          તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાયકા બ્યુટી બાર ઈવેન્ટમાં ગ્રાહકોને વન ઓન વન બ્યુટી એક્સ્પિરિયન્સ વ્યક્તિગત રીતે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કોસ્મેટિક્સ બ્રાન્ડસ જેમકે ક્લિનિક, એસ્ટી, લોઉડર, અવેડા અને નાયકા કોસ્મેટિક્સ  ઉપલબ્ધ બનાવાઇ હતી. વધુમાં, નાયકા કોસ્મેટિક્સ તેની એસેન્શિયલ મેક અપ અને નેઈલ કલર્સના જાણીતા કલેક્શન અને વિશાળ રેન્ડ સાથે મેકઓવર્સ પણ રજૂ કરે છે. નાયકા.કોમના ચીફ બિઝનેસ ઓફિસર નિહિર પરીખે ઉમેર્યું કે,  અમદાવાદ અમારા માટે મોટું માર્કેટ છે અને નાયકા લક્સ સ્ટોર, આલ્ફા વન મોલ તેમાં દેશભરમાં ત્રીજા ક્રમે આવતો સ્ટોર છે. અમે અમારા ગ્રાહકોને ઉત્તમ બ્યુટી બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સ સાથે ખુશી આપવાનું ચાલુ રાખીશું તેમજ એંગેજિંગ અને માહિતીસભર કન્ટેન્ટ આપતા રહીશું અને હવે ઓમની ચેનલ ઉપસ્થિતિ કે જેમાં ગ્રાહકો અમારી સાથે દરેક ટચ પોઈન્ટ પર ઈન્ટરએક્ટ કરી શકે છે. ૨૦૧૨માં તેના લોન્ચ સાથે, નાયકાએ સતત ત્રણ વર્ષમાં ૧૦૦ ટકાનો ગ્રોથ કર્યો છે અને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં નેટ રેવન્યુ રૂ. ૧૨૨૯ કરોડ રહી છે. માર્કેટ લીડર તરીકે નાયકા ભારતમાં લક્ઝરી બ્યુટી માર્કેટમાં તેની બ્રાન્ડ્સ જેમકે મેક કોસ્મેટિક્સ, એસ્ટી લોઉડર, બોબી બ્રાઉન અને ક્લિનીક ઓનલાઈન માટે ઈન્સ્ટ્રુમેન્ટલ રહી છે. આજે લક્સ કેટેગરી કુલ વેચાણમાં ૧૫ ટકાનો હિસ્સો ધરાવે છે. ઓમનીચેનલ રિટેલ મોડેલ, નાયકા પાસે ૧૦૦૦થી વધુ બ્રાન્ડ્સ વેબસાઈટ અને એપમાં ઉપલબ્ધ છે તેમજ ભારતમાં તે ૪૫ ફિઝિકલ સ્ટોર્સ ધરાવે છે.

          અમદાવાદમાં નાયકા લક્સ સ્ટોર સાથે, નાયકા વડોદરા ખાતે પણ સ્ટોર ધરાવે છે અને તે ટૂંક સમયમાં સુરતમાં પણ સ્ટોર શરૂ કરશે એમ ગુજરાતમાં તેના કુલ ત્રણ સ્ટોર થશે. આ બ્રાન્ડ હાલમાં નવા આયામો તરફ નાયકા ફેશન સાથે આગળ વધી છે. નાયકા ફેશન ભારતના સૌથી ઉત્તમ ફેશન ડિઝાઈનર્સથી બનેલ છે તેમજ નાયકા મેન કે જે પુરૂષોની તમામ ગ્રૂમિંગ આવશ્યકતાઓને સમર્પિત સાઈટ છે. વધુમાં, નાયકા પ્રો પ્રોગ્રામ પણ છે જે પ્રોફેશનલ બ્યુટિશિયન્સ માટે છે કે જેઓ સૌથી ઉત્તમ બ્યુટી અને સ્પેશિયલ બેનિફિટ્સ મેળવી શકે છે.

(9:55 pm IST)