Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

પરીક્ષા ફીમાં બમણો ફી વધારો ઝીંકાયો : કોંગ્રેસ

ભાજપ શાસનમાં શિક્ષણ ક્ષેત્રે મુશ્કેલી

નવી દિલ્હી, તા.૧૦ : ભાજપ શાસનમાં સીબીએસઈની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના સામાન્ય વર્ગની પરીક્ષા ફીમાં બમણો ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા મનિષ દોષીએ આ અંગેનો આક્ષેપ કરતા આજે કહ્યું હતું કે, ભાજપ શાસનમાં શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યા છે.

ભાજપ શાસનમાં સીબીએસઈની ધોરણ ૧૦ અને ૧૨ના દલિત-આદિવાસી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફીમાં ૨૫૦ ટકાનો વધારો કરવામાં આવી ચુક્યો છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના ૫૮ લાખ વિદ્યાર્થીઓ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા ઝીંકવામાં આવેલા પરીક્ષા ફી વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગણી મનિષ દોશીએ કરી હતી.

         તેમણે કહ્યું હતું કે, મોદી સરકારની નીતિ અને નિયતના કારણે દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. વિકાસ અને ગરીબો તથા સામાન્ય શોષિત વર્ગની સાથે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યા છે. સબકા સાથ સબકા વિકાસની સરકારી ખર્ચે મોટી જાહેરાતો કાગળ ઉપર દેખાઈ રહી છે પરંતુ હકીકતમાં અસમાનતામાં મોટાપાયે વધારો થઇ રહ્યો છે

(9:51 pm IST)