Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

વાસી ઈદની ઉજવણી માટે માંડવી બીચ ગયેલા બે યુવાનો દરિયામાં ડૂબ્યા એક યુવતી લાપત્તા

(ભુજ) ઈદના બીજા દિવસે વાસી ઈદની ઉજવણી માટે માંડવી બીચ ઉપર ગયેલા માંડવીના બાગ ગામ અને ભુજના મુસ્લિમ પરિવાર માટે આઘાતજનક ઘટના બની હતી. જેમાં માંડવીના દરિયામાં ડૂબી જવાથી બાગ માંડવીના રહેવાસી ૧૬ વર્ષના અમેશ રમજાન હિંગોરજા અને ભુજના ૨૦ વર્ષના શબ્બીર ઇબ્રાહિમ નોડે ના અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. દરિયામાં નહાવા પડેલા બન્ને યુવાનોને અન્ય લોકોએ દરિયામાંથી બહાર કાઢ્યા હતા. આ સાથે એક યુવતી પણ લાપત્તા છે. જેની શોધખોળ કરાઈ રહી છે.  પ્રાથમિક માહિતી મુજબ ભોગ બનનાર આપસી સંબંધમાં છે. 

(9:45 pm IST)