Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

વડોદરાના વાસણા કોતરીયા ગામે યુવતીની મરજી વિરુદ્ધ પતિએ ગર્ભાશયની કોથળી કઢાવી નાખતા પોલીસ ફરિયાદ

વડોદરા:વાસણા કોતરીયા ગામે રહેતી યુવતીની મરજી વિરુધ્ધ પતિએ ડિલીવરી વખતે ગર્ભાશયની કોથળી કઢાવી નાંખી તેમજ અન્ય સ્ત્રીઓ સાથે વ્યાભિચારી જીવન જીવતા પતિ તેમજ સાસુ સહિત ચાર વ્યક્તિ સામે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પદમલા ગામે હાલ રહેતી ભક્તિબેને ૧૩ વર્ષ પહેલા વાસણા કોતરીયા ગામે રહેતા ભક્તિરામ મોહનભાઇ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા  હતાં. લગ્નના ત્રણ વર્ષ સુધી ઘેર સારી રીતે રાખ્યા બાદ ઘરના કામ બાબતે પતિ તેમજ સાસુએ ત્રાસ આપવાનું શરૃ કર્યુ હતું. યુવતીને પ્રથમ ડિલીવરી નોર્મલ થઇ  હતી જો કે મૃત બાળકનો જન્મ થયો હતો ત્યાર બાદ જ્યારે તે ગર્ભવતી થતી ત્યારે પતિ ગોળીઓ આપી પ્રેગ્નેન્સી તોડાવતો હતો.

(6:43 pm IST)