Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમદાવાદના બોપલમાં 20 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થતા 3 મોતને ભેટ્યા: 6ને ગંભીર ઇજા

અમદાવાદ:બોપલમાં  તેજસ સ્કૂલ પાસે આવેલી ૨૦ વર્ષથી વધુ  જૂની જર્જરીત પાણીની ટાંકી આજે સવારે ધડાકા સાથે ધરાશાયી થઇ હતી .જેમાં ટાંકીનીબાજુમાં આવેલા કેટરીંગના  ગોડાઉનના શેડ પર પડતાં ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તુરંત ઘાયલોનેસિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ૩ના મોત થયા હતા ,જ્યારે ૬ શ્રમિકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે  બોપલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોપલમાં તેજસ સ્કૂલની પાસે  સંસ્કૃતિ ફ્લેટ નજીક આવેલા લાલભાઇ ફાર્મ હાઉસની બાજુમાં ૨૦ વર્ષથી જૂની જર્જરીત હાલતમાં આવેલી પાણીથી ભરેલી ટાંકી આજે સવારે ૧૧.૧૫ વાગે ધડાકાભેર તૂટી પડી હતી. ટાંકી ઘટાદાર વૃક્ષ પર પડી અને વૃક્ષ તથા ટાંકીનો કાટમાળ બાજુમાં આવેલા ભંડારી નામના કેટરીંગના ગોડાઉનના શેડ પર પડતાં અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે પણ તાબડતોબ આવી પહોચી હતી  અને શેડ નીચ ે૯ શ્રમીકો દટાયા હતા તમામને ગંભીર હાલતમાં  બહાર કાઢીને  એમ્બ્યુલન્સની મદદથી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ટાંકી નીચે અન્ય લોકો દટાયા હોવાની શંકા આધારે જેસીબીની મદદથી કાટામાળ હટાવવાની કામગીરીમોડી સાંજ સુધી  હાથ ધરવામાં આવી હતી.

(6:43 pm IST)