Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમદાવાદના આંગણે દ્વારકા અને દ્વારકાધીશ અંગે શબ્દ,સંગીત અને ચિત્રનો અનોખો કાર્યક્રમ 'રાજાધિરાજ' યોજાયો

પરંપરાગત પિછવઇ ચિત્રકળામાં પ્રથમ વાર દ્વારકાધીશ કૃષ્ણ કંડારાયા : પાર્થિવ ગોહિલ, કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેની સાથે શ્રોતાઓ દ્વારકાધીશમય બન્યા

જામનગર તા.૧૩ :  ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને દ્વારકાને કેન્દ્ર સ્થાને રાખીને શબ્દ, સંગીત અને ચિત્રના અનોખા ત્રિવિધ કાર્યક્રમ શ્નરાજાધિરાજ' અંતર્ગત પ્રથમ વખત ભગવાન શ્રી દ્વારકાધીશનાં પિછવાઇ ચિત્રો, દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગેની કોફી ટેબલ બુક અને શ્રી દ્વારકાધીશનાં ભજનોના આલ્બમનું વિમોચન માનનીય મુખ્યમંત્રીના વરદ્હસ્તે આજે અમદાવાદમાં વાય.એમ.સી.એ. ખાતે આયોજિત રંગારંગ કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવ્યું. 'રાજાધિરાજ' કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વજયભાઇ રૂપાણી, વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, અંબાણી પરિવારના  અનંત અંબાણી, ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રી  સૌરભ પટેલ, અન્ન અને નાગરિક પૂરવઠા ખાતાના રાજ્યકક્ષાના મંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગરના સાંસદ  પૂનમબેન માડમ, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ  જીતુભાઈ વાઘાણી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્રયા હતા.

દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ  ધનરાજ નથવાણીએ શ્નરાજાધિરાજ' પહેલ અંતર્ગત ભગવાન દ્વારકાધીશ અને યાત્રાધામ દ્વારકાને વિશિષ્ટ ઓળખ આપી વધુ વ્યાપક અને લોકાભિમુખ બનાવવાનું મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. 

ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાને કેન્દ્ર સ્થાને રાખીને 'રાજાધિરાજ' પરિકલ્પના અંતર્ગત ભારતના ખ્યાતનામ પિછવઇ કલાકાર શ્રી ત્રિલોક સોની દ્વારા તૈયાર કરવામાં આવેલાં દ્વારકાધીશના પિછવઇ ચિત્રોનું પ્રદર્શન આ પ્રસંગે યોજવામાં આવ્યું હતું.  

આ ઉપરાંત દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગેની એક કૉફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવી છે, જેની પરિકલ્પના અને આલેખન ગુજરાતનાં સપ્રસિધ્ધ લેખિકા  કાજલ ઓઝા વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું છે. વધુમાં, ગુજરાતના -સિધ્ધ પાર્શ્વગાયક શ્રી પાર્થિવ ગોહેલ દ્વારા સ્વરબધ્ધ કરવામાં આવેલાં શ્રી દ્વારકાધીશનાં ભજનોનું આલ્બમ પણ તૈયાર થયું છે, જેમાં પસંદ કરાયેલાં ભજનો અને ગીતોની રચના શ્રીમદ્ વલ્લભાચાર્ય, ભગાચારણ, તુષાર શુકલા, કાંતી અશોક, સાઇરામ દવે, સુરેન ઠાકર શ્નમેહુલ',  અને મનુભાઇ રબારીએ કરી છે. કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, પ્રફુલ દવે, ઇશાની દવે, હાર્દિક દવે, મહાલક્ષ્મી ઐયર, સૌમી શેલ્સ, આલાપ દેસાઇ, હેમાલી વ્યાસ, કિંજલ દવે, દલેર મહેંદી, દમયંતિ બરડાઇ જેવા સુપ્રસિધ્ધ ગાયકોએ આ ભજનોને સ્વર આપ્યો છે.

'રાજાધિરાજ'પ્રસંગે ગુજરાતના સપ્રસિધ્ધ ગાયકો પાર્થિવ ગોહિલ, કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેએ સંગીતના તાલે શ્રોતાઓને ભગવાન દ્વારકાધીશની ભકિતમાં તરબોળ કર્યા હતા.

ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ચિમમાં દ્વારકા અને રામેશ્વરમ્ દક્ષિણમાં આપણા સૌની દ્રઢ આસ્થા અને માન્યતા છે કે ભગવાન કૃષ્ણ બદ્રીનાથમાં ધ્યાન કરે છે. જગન્નાથપુરીમાં ભોજન ગ્રહણ કરે છે. રામેશ્વરમમાં સ્નાન કરે છે અને દ્વારકામાંથી રાજ કરે છે. આ જ આસ્થા સાથે આપણે સૌ જીવીએ છીએ,  તેમ  ધનરાજ નથવાણીએ તેમના સ્વાગત કરતાં કહ્રયું હતું.  શ્નરાજાધિરાજ' પ્રકલ્પના પ્રણેતા અને સૂત્રધાર શ્રી ધનરાજ નથવાણીએ કહ્રયું કે અગાઉ મારા પિતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ અને રાજ્ય સભા સાંસદ  પરિમલ નથવાણીએ સન્ ૨૦૦૭માં ભજ દ્વારકેશ મ્યુઝિક આલ્બમ બહાર પાડ્યું હતું, જેમાં લોકિ-ય ગાયક કલાકારો આશિત દેસાઇ અને હેમા દેસાઇએ રજૂ કરેલાં ભજનો ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. દ્વારકા અને દ્વારકાધીશ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને આસ્થાએ મને પણ પ્રેરિત કર્યો છે અને તેમણે કરેલાં કાર્યો અને પ્રયાસોને હું આગળ ધપાવવાનો પ્રયત્ન કરૃં છું.

 ધનરાજ નથવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મને હંમેશા એવું લાગ્યું છે કે મોટાભાગે શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ અને બાળ લીલાઓ દ્વારકાધીશના સ્વરૂપ અને કાર્યો કરતાં વધારે લોકપ્રિય છે. શ્રી કૃષ્ણના દ્વારકાધીશ તરીકેના પાસા અંગે કાંઇક કરવાની મારી ઇચ્છા હતી તેથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મારા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે આ ત્રણેય સર્જનો એટલાં સરસ રીતે તૈયાર થયાં છે કે શ્નરાજાધિરાજ' શ્રી કૃષ્ણના શુભાશિષનો મને ફરી એકવાર અનુભવ થઇ રહ્રયો છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભા સાંસદ  પરિમલ નથવાણીએ આભાર દર્શન કરતાં જણાવ્યું હતું કે, જ્યારે મને ધનરાજની પહેલ 'રાજાધિરાજ' અંગે જણાવવામાં આવ્યું ત્યારે મને ખ્યાલ ન હતો કે તે આજે આપણે માણ્યું તેટલું ભવ્ય અને પ્રભાવી આયોજન હશે. અદભૂત રીતે અને આટલા મોટા પાયા પર જે આયોજન કરવામાં આવ્યું તે ખૂબ જ સુંદર છે. તેનાથી 'રાજાધિરાજ' દ્વારકાધીશમાં આપણી ભકિત અને શ્રધ્ધા વધારે દ્રઢ બની છે. ધનરાજ અને આ કાર્યક્રમની સાથે સંકળાયેલા તમામ લોકોને હું તેમના આ ઉત્કૃષ્ટ કાર્યક્રમ બદલ  અભિનંદન આપું છું. કાર્યક્રમનું સંચાલન વિરલ રાચ્છે કર્યું હતું.

(1:09 pm IST)