Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમદાવાદ મેનેજમેન્ટ એશોશિએશનના ઉપક્રમે ''ફિલ્મ પ્રોડકશન એન્ડ મેનેજમેન્ટ કોર્ષ'' : ટૂરીઝમને કેન્દ્રમાં રાખી ફિલ્મ નિર્માણ તથા તે માટેની ટેકનીક અને માર્ગદર્શન વિનામૂલ્યે મેળવવાની તકઃ ગુજરાત ટૂરીઝમ કોર્પોરેશન દ્વારા સ્પોન્સર કોર્સ રપ ઓગ.થી શરૂ થઇ ૧૪ ઓકટો. ર૦૧૯ સુધી ચાલશેઃ રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખઃ ર૦ ઓગ. ર૦૧૯

અમદાવાદઃ ફિલ્મ પ્રોડકશન એન્ડ મેનેજમેન્ટના ઉપક્રમે ટુરીઝમને કેન્દ્રમાં રાખી આગામી રપ ઓગ. થી ૧૪ ઓકટો. ર૦૧૯ દરમિયાન ૭૦ કલાકનો ફિલ્મ પ્રોડકશન અને  મેનેજમેન્ટ કોર્ષ રાખવામાં આવ્યો છે. જે ટુરીઝમને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

AMA સેમિનાર હોલ ટોરેન્ટ- AMA મેનેજમેન્ટ સેન્ટર, CORE- AMA મેનેજમેન્ટ હાઉસ, ATIRA કેમ્પસ, અમદાવાદ-15  મુકામે દર સપ્તાહના રવિવારથી ગુરૂવાર સુધી યોજાનાર પ્રોગ્રામનો સમય સાંજે ૬-૩૦ વાગ્યાથી ૮-૩૦ વાગ્યા દરમિયાન તથા રવિવારે સવારે ૧૦ થી  ૧ર વાગ્યા સુધીનો રહેશે.

દરેક વ્યકિત પોતાનામાં રહેલી નિર્માણ શકિત લેન્સ તથા માઇક્રોફોન દ્વારા સાઉન્ડ તથા દ્રશ્યો દ્વારા લાઇટ તથા કેમેરા દ્વારા બહાર લાવી શકે તે બાબતને ધ્યાને લઇ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે.

ફિલ્મ નિર્માણની શરૂઆત સ્ટોરીથી થાય છે. બાદમાં સ્ક્રિપ્ટ રાઇટીંગ, કલાકારોની પસંદગી, શુટીંગ, એડીટીંગ તથા મીકસીંગ બાદ દર્શકો સમક્ષ મુકવાની હોય છે. જેમાં  જુદા જુદા પ્રકારની ટેકનીકનો સમાવેશ થાય છે. છેલ્લા થોડા વર્ષથી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે જબરી ક્રાંતિ આવી છે. ડીજીટલ ટેકનોલોજી તથા સિનેમેટીક ટેકનીકસ દ્વારા તેનું લોકશાહીકરણ થયુ છે.  જે અંતર્ગત નિર્માતા સોશીયલ મિડીયા, યુટયુબ, તથા સ્માર્ટ ફોન ઉપર મુકવા માટેની ફિલ્મ પોતાના હોમ કોમ્પ્યુટર ઉપર એડીટીંગ કરી સાઉન્ડ મ્યુઝીકને મીકસ કરી તેનું નિર્માણ કરી શકે છે.

હવે ટ્રાવેલ ફિલ્મસની વાત કરીએ તો તે સૌથી વધુ  લોકપ્રિય થતી જોવા મળે છે. કારણ કે તેમાં જુદા જુદા વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિ, સંસ્કૃતિ, તથા લોકજીવન જોવા મળે છે. આથી આ વિષયને કેન્દ્રમાં રાખી તમે ગુજરાતના ટુરીઝમ ઉદ્યોગને પ્રોત્સાહિત કરી શકો છો.

કોર્સમાં ટુરીસ્ટ ફિલ્મસ વિશેના અનુભવોની આપ-લે, ફિલ્મ તૈયાર કરતા પહેલા તેના બજેટ તથા લોકેશન, સ્ક્રિપ્ટ સહિતની ચર્ચા, ફિલ્મ તૈયાર કરવા માટે જરૂરી કેમેરા, લાઇટીંગ, સાઉન્ડ,  દિગ્દર્શન વિગેરેની જરૂરીયાત તેમાં મ્યુઝીક સહિતની બાબતો ઉમેરવી, તેમજ છેલ્લે તેના માર્કેટીંગ માટેના મેનેજમેન્ વિષયક માર્ગદર્શન આપવામાં આવશે.

આ કોર્ષ માટેના કલાસ રપ ઓગ. ર૦૧૯ થી શરૂ થશે, જે ૧૪ ઓકટો. ર૦૧૯ સુધી ચાલશે. કોર્સ દરમિયાન શોર્ટ ફિલ્મ નિદર્શન, હેન્ડ આઉટ દ્વારા મટીરીયલ્સનું વાંચન, ટુરીસ્ટ માટેના સ્થળોની મુલાકાત તથા ત્યાંની ફિલ્મ નિર્માણ અંગે સમજુતી સહિતની બાબતોનો સમાવેશ થશે. અંતમાં સફળતાપુર્વક કોર્સ પુરો કર્યા પછી દરેકને ગ્રૃપ ફોટો સાથે સર્ટિફીકેટ અપાશે.

આ કોર્ષના ડીરેકટર સુશ્રી માલતી મહેતા AMA  સાથે 2014 ની સાલથી જોડાયેલા છે. તથા આ ક્ષેત્રનો વિશાળ અનુભવ ધરાવે છે. તેમણે  રાષ્ટ્રીય કક્ષાએ પ્રસારણ કરવા લાયક 300 TV પ્રોગ્રામ તૈયાર કરેલા છે. તેમની સાથેના નિષ્ણાંતોની ફેકલ્ટીમાં મિડીયા કર્મીઓ, ટેકનીકલ એક્ષપર્ટસ, ટુરીઝમ જાણકારો સહિતનાઓનો સમાવેશ થાય છે.

કોર્ષએ એક બેચમા઼ વધુમાં વધુ ર૦ સ્ટુડન્ટસ લેવામાં આવે છે. જે માટેની ફી ટુરીઝમ કેાર્પોરેશન ઓફ ગુજરાત લી. ભોગવે છે. જે લોકો આ કોર્ષમાં જોડાવવા માંગતા હોય તેઓ ama@amaindia.org  દ્વારા ર૦ ઓગ. ર૦૧૯ પહેલા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે પૈકી ર૧ ઓગ. ર૦૧૯ થી શરૂ થનારી પર્સનલ ઇન્ટરવ્યુ મારફત પસંદગી કરાશે. ઓનલાઇન પણ અરજી કરી શકાય છે જે માટે http://www amaindia.org/ programme/management-training-and development-programme/mdp-February દ્વારા અરજી કરી શકાશે.

અમદાવાદ મેનેજમેન્ટ એશોશિએશન AMA કોમ્પલેક્ષ ડો. વિક્રમ સારાભાઇ માર્ગ, અમદાવાદ ઇમેલ ama@amaindia.org વેબસાઇટ amaindia.org એન્ડ્રોઇડ મોબાઇલ એપ. AMA  Ahmedabad amaindia.org તેવું TGCL - AMA સેન્ટર ફોર ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી દ્વારા જાણવા મળે છે.

(11:58 am IST)