Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ધોલેરા જળબંબોળ :12 ગામોમાં પાણી ઘુસ્યા :ખૂણગામ બેટમાં ફેરવાયું

ભાવનગર-બગોદરા હાઇવે બંધ ;અનેક વાહનો ખાડામાં ખાબક્યા :ખેતરોમાં પાણી ફરી વળ્યાં ; ઘઉંના પાકને મોટું નુકશાન

 

અમદાવાદઃ બરવાળામાં ભારે વરસાદને પગલે અમદાવાદ નજીક ધોલેરા જળબંબોળ બન્યું છે બગોદરા ભાવનગર હાઇવે બંધ કરવો પડ્યો છે જ્યારે ધોલેરા હાઇવે પર પાણી ફરી વળતા અનેક ટ્રક અને ટેમ્પો જેવા વાહનો પણ ખાડામાં ખબકયા હતા.

   ધોલેરામાં ઉતાવળી, નિલકા, ભાદર, ઘેલો અને ભોગવો પાંચ નદીઓના પાણી ઉપરવાસમાંથી આવતા 12 ગામોમાં પાણી ઘુસ્યા છે દરિયા કાંઠાનું ધોલેરાનું ખુણ ગામ બેટમાં ફેરવાયું હતું. જ્યારે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતા વધી છે. જુવાર, ઘઉં જેવા પાકને મોટું નુકશાન જવાની ભીતિ સેવાઇ છે.

   ધોલેરા હાઇવે પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોએ પાણીમાંથી પસાર થઈને જવાની ફરજ પડી હતી. જ્યારે ટ્રક ટેમ્પો હાઇવે નજીક ના ખાડામાં ગરકાવ થયા હતા. ગામ લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા અને ગામ માં અવરજવરનો મુખ્યમાર્ગ પાણીમાં ગરકાવ થયો હતો.

(12:39 am IST)