Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઓમકાર દ્વારા અનેક વિધ સુવિધા સાથે ખાસ પ્રોજેક્ટ

હાઉસીંગ ફર્મ ઓમકાર રિયલ્ટર્સનો અનોખો કન્સેપ્ટઃ ઓમકાર રિયલ્ટર્સ અને ડેવલપર્સ દ્વારા મુંબઇના પ્રાઇમ લોકેશન ખાતે ઓમકાર ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોજેકટ

અમદાવાદ, તા.૧૩: કહેવાય છે કે, મુંબઇમાં રોટલો મળે પરંતુ ઓટલો ના મળે. એટલે કે, મુંબઇમાં તસુભાર જગ્યા મેળવવી બહુ મુશ્કેલભર્યુ કામ છે. મુંબઇનો લગભગ અડધોઅડધ વિસ્તાર સ્લમ્સ અને દબાણોથી ઘેરાયેલો છે. આ સંજોગોમાં મુંબઇમાં સ્લમ ફ્રી ઝોન અને એક સામાજિક સુધારાના ભાગરૃપે દેશની જાણીતી અને મુંબઇની અગ્રણી હાઉસીંગ ફર્મ ઓમકાર રિયલ્ટર્સ અને ડેવલપર્સ દ્વારા મુંબઇના અંધેરી હાઇવે પાસે ઓમકાર ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે લકઝરી એટલે કે, વૈભવતા માત્ર અમીરોના હકમાં કે નસીબમાં હોય તેવું ચર્ચાય છે પરંતુ રહેણાંક સ્કીમોમાં હવે લકઝરી એટલે કે, વૈભવતાયુકત તમામ સુવિધા સામાન્ય ગ્રાહકોને પણ ઉપલબ્ધ બનાવવાના નવા જ કન્સેપ્ટ સાથે ઓમકાર રિયલ્ટર્સ દ્વારા આશરે ૬૫ એકર  એટલે કે, અંદાજે એક કરોડ સ્કવેર ફીટમાં રેસીડેન્સીયલ, કોમર્શીયલ સહિત હોસ્પિટલ, ગાર્ડન, પાર્ક સહિતની અનેકવિધ સુવિધાઓ સાથે સમગ્ર વિકાસકાર્ય હાથ ધરાશે. આ પ્રોજેકટ માટે ઓઆઇડીએ ગુજરાતના રોકાણકારો માટે ઇન્વેન્ટરી શરૃ કરતાં તેમના માટે મુંબઇમાં રોકાણની બહુ ઉમદા અને અદ્ભુત તક છે એમ અત્રે ઓમકાર રિયલ્ટર્સના પ્રમોટર દેવાંગ વર્મા અને સેલ્સ-માર્કેટીંગના વડા રજત ખંડેલવાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓમકારના અગાઉના પ્રોજેકટમાં ગુજરાતમાંથી રૃ.૧૦૦ કરોડથી પણ વધુ રકમનું રોકાણ આવ્યું હતું, જે ખરેખર નોંધનીય છે અને તેથી જ અમે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતના રોકાણકારો માટે ઓઆઇડી અંતર્ગત ઇન્વેન્ટરી શરૃ કરી છે. પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતના રોકાણકારોનો રસ મુંબઇના રેસીડેન્સીયલ માર્કેટમાં નોંધપાત્ર રીતે વધ્યો છે. મુંબઈમાં અંધેરી હાઈવે પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સ્થિત ઓમકાર ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ (ઓઆઈડી) પ્રોજેકટ અત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. જેમાં ટિકિટસાઇઝ રૃ.૯૩ લાખથી રૃ.એક કરોડની આસપાસ છે. આ પ્રોજેકટમાં ૫૫૦થી વધુ એપાર્ટમેન્ટસ ગાર્ડન, જીમ, ટેનિસ કોર્ટ, સ્વીમીંગ પુલ સહિતની ૩૫થી વધુ એમ્નેટીઝ સાથે લોકોનું ધ્યાન ખેંચશે.  સૌથી નોંધનીય વાત એ છે કે, મુંબઇમાં આ લોકેશન ફિલ્મ અને ટેલિવિઝન સમુદાય બાદ સૌથી લોકપ્રિય સ્થળ તરીકે ગણના પામે છે. આ પ્રોજેકટનું બાંધકામ જાન્યુારી-૨૦૧૮માં શરૃ થયું હતુ અને તેને પૂર્ણ થતાં પાંચથી છ વર્ષનો સમય લાગે તેવો અંદાજ છે. ઓમકાર રિયલ્ટર્સના પ્રમોટર દેવાંગ વર્મા અને સેલ્સ-માર્કેટીંગના વડા રજત ખંડેલવાલે વધુમાં જણાવ્યું હતું કે, ૬૫ એકરમાં ફેલાયેલા, અંધેરી ઈસ્ટને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર જોડતા, મિક્સ્ડ રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટમાં રેકોર્ડ ૧૦ મિલિયન સ્ક્વેર ફૂટનું ડેવલપમેન્ટ જોવા મળશે. તેમાંથી ૬ મિલિયન સ્ક્વેર ફૂટની જગ્યા ૯૦૦૦ બુટિક તથા લક્ઝરી હાઉસીસ માટેના રેસિડેન્સિયલ ડેવલપમેન્ટને સમર્પિત રહેશે. જે આગામી ૫-૬ વર્ષમાં તબક્કાવાર રીતે ડિલિવર કરવામાં આવશે. જ્યારે બાકીની ૪ મિલિયન સ્ક્વેર ફૂટ જગ્યા રિટેલ અને કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે ફાળવાશે. આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સ્થિત છે જેના સુધી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટથી આસાનીથી પહોંચી શકાય છે અને એ પણ ફ્લેક્સીબલ પેમેન્ટ પ્લાન્સ અને ઓછામાં ઓછું ડાઉન પેમેન્ટ આપવાના વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.  ઓમકારના મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં ઓમકાર ૧૯૭૩ વરલી (સાઉથ મુંબઈ), ઓમકાર અલ્ટા મોન્ટે (વેસ્ટર્ન સબર્બ), અનંતા (ગોરેગાંવ ઈસ્ટ), સિગનેટ (મલાડ ઈસ્ટ) અને લોન્સ એન્ડ બિયોન્ડનો સમાવેશ થાય છે, જેમાં કલા, રમતગમત, મનોરંજન અને કોર્પોરેટ ક્ષેત્રના નામી લોકોએ પોતાની પંસદગી ઉતારી છે., જે ખૂબ નોંધનીય કહી શકાય.

(10:20 pm IST)