Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વલસાડના સરીગામ નજીક ચાલુ રિક્ષામાંથી બે બાળકો ઉછળીને રોડ પર પટકાયા

બમ્પ આવ્યો છતાં રીક્ષા ધીમી નહીં પડતા બાળકો ઉછળીને નીચે પટકાયા હોવાની ચર્ચા

વલસાડમાં સરીગામ નજીક ચાલુ રિક્ષામાંથી બે બાળકો અચાનક રોડ પર નીચે પડ્યાહતા આ રોડ પર  અન્ય વાહનોની સાથે રિક્ષા સ્પીડમાં જઈ રહી હતી. અન્ય વાહનો બમ્પ આવતા ધીમા પડ્યાં પણ રિક્ષા ચાલકે ધીમી ન પાડી. અને બમ્પ પર ઉછળતાં પાછળ બેઠેલા બે બાળકો નીચે પટકાયા હોવાની ચર્ચા છે

  જોકે સદનસીબે પાછળ આવતા વાહનોની સાવચેતીને કારણે બંને બાળકોનો બચાવ થયો. અને મોટી દુર્ઘટના ટળી હતી. રિક્ષાચાલકની બેદરકારીને કારણે બે બાળકોને નીચે પટકાયા. બંનેને સામાન્ય ઈજા થઈ છે. ત્યારે ખુલ્લા સ્કૂલ વાહનોમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વિદ્યાર્થીઓ માટે રહી નથી. તેવું લાગી રહ્યું છે.

(7:42 pm IST)