Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

તાપી જિલ્લાના સોનગઢમાં બંધ મકાનમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર

તાપી:જિલ્લાના સોનગઢમાં એક સનસની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ખંડેર જેવા મકાનમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. આ ઘટનામાં બે મહિનાથી ગુમ થયેલા કિશોરનું કંકાલ હોવાનું તેના વાળ, કપડા અને પાકિટની ઓળખ બાદ બહાર આવ્યું હતું. ચોરીના ઈરાદે મકાનમાં પ્રવેશતી વખતે પતરામાં ગળું કપાઈ જતા મોત નિપજ્યા બાદ ત્યાં જ લટકી રહેતા તેનો મૃતદેહ કોહવાઈ ગયો હોવાની આશંકા હાલ પોલીસ દ્વારા વ્યક્ત કરાઈને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સોનગઢ પંથકમાં નેશનલ હાઇ-વે નંબર- 53ને અડીને એક ખંડેર આવેલુ છે. જેના વર્ષોથી બંધ મકાનના ઉપરના ભાગે સ્થાનિકોને માનવ કંકાલની ખોપડી છાપરામાં ફસાયેલ નજરે પડી હતી. પતરા પર માનવ ખોપડી હોવાની જાણ પોલીસને કરાઈ હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમો પોલીસને મકાનના પતરા પરથી ફસાયેલી હાલતમાં કોહવાઈ ગયેલી માનવ ખોપડી મળી આવી હતી. તેમજ મકાનની અંદરથી કોહવાઈ ગયેલું ધડ પણ મળી આવ્યું હતું. હાલ સોનગઢ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

(5:17 pm IST)