Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સુરતના કાપોદ્રામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પડી 17 શકુનિઓની ધરપકડ કરી

સુરત:ના કાપોદ્રા વિસ્તારની રહેણાંક સોસાયટીમાં ચાલતા જુગારધામ પર પીસીબીઅને એસઓજીની ટીમે રેઈડ કરીને ૧૭ જુગારીઓને રૃ.૧.૧૫ લાખની મત્તા સાથે ઝડપી પાડયા હતા. રહેણાંક સોસાયટીમાં બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડાતો હોવાથી સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. સુરત પોલીસ કમિશ્નરે શહેરમાં ચાલતા દારૃ-જુગારના અડ્ડા બંધ કરાવવા માટે પોલીસને આપેલી સુચના બાદ કાપોદ્રા વિસ્તારમાં મરઘા કેન્દ્રની  સામે આવેલી શ્રીજી નગર સોસાયટીના ઘર નં.૩૦માં જુગાર રમાડાતો હોવાની બાતમી મળી હતી. જે આધારે પીસીબી અને એસઓજીની ટીમે શ્રીજી સોસાયટીમાં ચાલતા જુગારધામ પર છાપો માર્યો હતો.
 

(5:16 pm IST)