Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વડોદરામાં હોસ્ટેલમાં બબાલ થતા કરાયેલ ફરિયાદ પાછી ખેંચવા વિદ્યાર્થીને ધમકી અપાઈ

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં શુક્રવારે મધરાતે ફરી એક વખત બબાલ થતા દોડધામ મચી ગઈ હતી.આ અંગે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી યશ વૈષ્ણવે પોલીસને અરજી પણ આપી છે. વિદ્યાર્થીએ અરજીમાં જણાવ્યા પ્રમાણે  એમ.એમ.હોલમાં રહેતા રઘુવેન્દ્રસિંહ નામના વિદ્યાર્થી સાથે ૯ તારીખે ઝઘડો થયો હતો. આ બાબતે મેં પોલીસને અરજી આપી હતી.શુક્રવારે રાતે મને કોઈનો ફોન આવ્યો હતો અને ફોન કરનારે મને મળવા માટે નીચે બોલાવ્યો હતો.હું હોલમાંથી નીચે ગયો હતો ત્યારે નવ જેટલી વ્યક્તિઓ ઉભી હતી. આ પૈકીના રણવીરસિંહ રાઠોડે મને કહ્યું હતું કે અગાઉના ઝઘડા અંગે પોલીસમાં આપેલી અરજી પાછી ખેંચી લે.આ બાબતે તેમણે મારી સાથે ઝઘડો કરીને બોલાચાલી કરી હતી.તેમની સાથેના દિનદયાલસિંહ રાણાવત, પુષ્પેન્દ્રસિંહ, રાઘવેન્દ્રસિંહ રાઠોડ, નીતિરાજસિંહ રાણાવત, અક્ષયસિંહ ભંડારી,રાજવીરસિંહ, અંશુમનસિંહ વગેરેએ મારી  તેમજ મારા  મિત્ર સાથે ઝઘડો કર્યો હતો.
 

(5:14 pm IST)