Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ખેડા ટાઉન પોલીસે નાયકામાં જુગાર રમતા ત્રણ શખ્સોને 3340ની મતા સાથે દબોચ્યા

ખેડા:ટાઉન પોલીસે નાયકા ગામે કાઠીયાવાડી કોલોનીમાંથી જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના નાયકા કાઠીયાવાડી કોલોનીમાં જુગાર રમતા હોવાની માહિતી આધારે ખેડા ટાઉન પોલીસે આજે બપોરે દરોડો પાડ્યો હતો. આ રેઈડ દરમ્યાન પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા નવઘણ નટુભાઈ રાઠોડ, મહેશભાઈ ભૂપતભાઈ પગી તથા પીન્ટુ સાગરભાઈ પગીને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમવાના સાધનો, પત્તાપાના દાવ ઉપરથી ૯૦ રૂ. રોકડા તથા અંગજડતીમાં રૂ. ૩૨૫૦ મળી કુલ રૂ. ૩૩૪૦ કબજે કર્યા હતા. 
આ બનાવ અંગે ભૂરાભાઈ બાબુભાઈની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:14 pm IST)