Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

આણંદ એસઓજીએ વેરાખડીની સીમમાંથી 9 શખ્સોને 30 હજારની રોકડ સાથે પકડ્યા

આણંદ: એસઓજી પોલીસે આજે સાંજના સુમારે વેરાખાડી ગામે આવેલા એક ખેતરમાંથી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ૯ શખ્સોને ઝડપી પાડીને રોકડા ૩૦ હજાર તથા પાંચ મોબાઈલ સહિત કુલ ૪૨ હજારો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર એસઓજી પીઆઈ વી. કે. ગઢવીને હકીકત મળી હતી કે, વેરાખાડી સીમમાં આવેલા મગુભાઈ પટેલના ખેતરમાં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેથી સ્ટાફના જવાનો સાથે પોલીસે છાપો મારતાં લીયાકતઅલી કાસમઅલી સૈયદ, ઈરફાનઅલી મહેરઅલી સૈયદ, ઐયુબમીંયા અબ્બાસમીંયા મલેક, રાજુભાઈ ઉદેસિંગ પરમાર, વિનુભાઈ જીવાભાઈ ભોઈ, રમેશભાઈ જીવાભાઈ ભોઈ, યોગેશભાઈ માધાભાઈ જાદવ તથા હિતેષભાઈ ચન્દ્રકાન્તભાઈ ભાટીયા તથા હસનઅલી છોટાસાહેબ સૈયદ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે દાવ પરથી ૬૨૦૦ તથા અંગજડતીમાંથી રોકડા ૨૩૪૫૦ અને પાંચ મોબાઈલ સહિત કુલ ૪૧૬૫૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની કલમો હેઠળ ખંભોળજ પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:12 pm IST)