Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઉમરેઠના ભાલેજમાં જમીનના ઝઘડામાં એક પર ધારિયાથી જીવલેણ હુમલો થતા ચકચાર

ઉમરેઠ:તાલુકાના ભાલેજ ગામે ગઈકાલે જમીનના કેસના નિકાલ બાબતે એક શખ્સ દ્વારા ઝઘડો કરીને એકને કપાળના ભાગે ધારીયુ મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ભાલેજ ગામની જુની પાણીની ટાંકી પાસે રહેતા યાસીનમીંયા રસુલમીંયા મલેક પોતાના ઘરે હાજર હતા ત્યારે સવા નવેક વાગ્યાના સુમારે આરીફમંીંયા રસુલમીંયા મલેક ધારીયું લઈને આવી ચઢ્યા હતા અને જમીન બાબતે ચાલતા કેસોનો નિકાલ કરો તેમ જણાવીને ગાળો બોલવા લાગ્યા હતા જેથી યાસીનમીંયાએ ગાળો બોલવાની ના પાડતાં આરીફમીંયા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી કરી માથાના આગળના ભાગ ે ધારીયું મારી દીધું હતુ. ત્યારબાદ ગડદાપાટુનો માર પણ માર્યો હતો. 

(5:11 pm IST)