Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ગુજરાતના ૭ર તાલુકાઓમાં ઝરમરથી ૧ ઇંચ વરસાદ

ઉકાઇ ડેમની જળસપાટી ૩૦૦ ફુટને પારઃ દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ

વાપી તા. ૧૩ :.. શ્રાવણ માસના પ્રારંભે જ રાજયના ૭ર તાલુકાઓમાં મેઘરાજા જાણે શિવલીંગ પર અભિષેક કરી રહ્યા હોય તેમ ઝરમર વહી રહ્યા છે.

મેઘરાજાના લાંબા વિરામને પગલે ઠેર ઠેર ચિંતાનો વાદળો ઘેરાયા છે... કેવું જશે ચોમાસું....? ખેડૂતોને પાકની ચિંતા સતાવે છે. તો વહીવટી તંત્રને પીવાના પાણીની સમસ્યાએ ચિંતામાં મુકયા છે.આ સ્થિતીમાં મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસતા જાણે હાશકારો થયો છે. પરંતુ હજુ પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. રાજયમાં હાલમાં ૪પ ટકા જેટલા વરસાદની ઘટ જણાય છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે નોંધાયેલ વરસાદના આંકડાને જોઇએ તો ખેરગામ રર મી. મી., કુકરમુદા ૧૯ મી. મી., સાગબારા અને સોનગઢ ૧૮-૧૮ મી.મી. વાંસદા ૧૭ મી. મી., ઉમરપાડા અને વાપી ૧૬-૧૬ મી. મી. અને વધઇ૧૪ મી. મી.  વરસાદ નોંધાયેલ છે. જયારે ડોલવણ, કપરાડા અને વલસાડ ૧ર-૧ર મી. મી. તો બારડોલી અને પલસાણા ૧૧-૧૧ મી. મી. તો અન્ય પ૮ જેટલા તાલુકાઓમાં ઝરમરથી ૧૦ મી. મી. સુધી હળવા વરસાદ નોંધાયો છે.સવારે ૧૦-૩૦ કાલકે દ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ છે.

(4:11 pm IST)