Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

કાલે પ્રદિપસિંહ જાડેજા જુનાગઢમાં : રૂ.૧૪.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત દાતાર પોલીસ લાઇનનુ લોકાપર્ણ

૧૮ કિલો સોનાની લૂંટનો ભેદ ઉકેલનાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન

 જુનાગઢ તા. ૧૩ : આવતીકાલે તા.૧૪ને મંગળવારના રોજ ગુજરાત રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તેલોકાપર્ણ સમારોહ અને પોલીસ અધિકારીઓ કર્મચારીઓનો સન્માન સમારોહ યોજનાર છે.

બપોરે ૩ કલાકે રૂ. ૧૪.૭પ કરોડના ખર્ચે નવનિર્મિત દાતાર પોલીસ લાઇન જુનાગઢના પ્રદિપસિંહ જાડેજા લોકાપર્ણ કરશે.

તેમજ બપોરે ૩-૩૦ કલાકે કૃષિ યુનિવર્સિટી ઓડીટોરીયમ ખાતે જુનાગઢમાં રૂ.પ.૭પ કરોડની કિંમતના ૧૮ કિલો સોનાની લુંટનો ર૪ કલાકમાં ભેદ ઉકેલનાર એલ.સી.બી.ના ઇ.ચા પીઆઇ આર.કે. ગોહિલ તાલુકા પી.એસ.આઇ પી.બી.લકકડ સહિતના પોલીસ અધિકારી તથા કર્મચારીઓના સન્માન સમારોહનુ જુનાગઢના ઉદ્યોગપતિ નટુભાઇ ચોકસી દ્વારા આયોજન કરાયું છે. જેમાં ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, નટુભાઇ ચોકસી વગેરે આ અધિકારીઓ કર્મચારીઓને સન્માનીત કરશે.

આ કાર્યક્રમાં સાંસદ રાજશેભાઇ ચુડાસમાં જુનાગઢ રેન્જ આઇ.જી. પી. સુભાષ ત્રિવેદી એસ.પી.સૌરભસિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસ.પી. સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ તૈયારઓ થઇ રહી છે.

(3:58 pm IST)