Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય:16 અને 17મીએ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ :બંગાળની ખાડી પર વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે દક્ષિણ  ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે

  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીની પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જેને કારણે 16 અને 17 ઓગષ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.

   જોકે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 56 ટકા વરસાદ વરસ્યો છે.. તેમ છતા રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

 

(1:35 pm IST)