Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

અમદાવાદના મણિનગરમાં અઠંગ બંટી બબલી ઝડપાયા:ચોરી કરવા જુદા -જુદા રાજ્યોમાં પહોંચતા : સાળાની પણ સંડોવણી

જસ્થાનના ભીલવાડા,જયપુર, બિકાનેર,પુર્વોત્તમમાં ગૌહાટી અને દક્ષિણમાં કેરળમાં જ્વેલર્સના શો રૂમમા પોતાની હાથ ચાલાકી કરતા.

અમદાવાદના મણીનગર વિસ્તારમાં બંટી બબલી ઝડપાયા છે જે માત્ર ચોરી કરવા માટે જુદા જુદા રાજ્યોમાં જતા હતા અને સાળા મારફતે ચોરેલા સોનાના દાગીના વેચી દેતા હોવાનો ખુલાસો થયો છે. આ બંન્ને આરોપીઓ ચોરી કરવામાં શાતિર અને પ્રવીણતા ધરાવે છે. આ બંને પતિ પત્ની છે, પરંતુ ચોરીના ધંધામાં પાર્ટનર હોય એ રીતે સાથે જઈને ચોરીના ગુનાને અંજામ આપે છે.

  આ અંગે મળતી વિગત મુજબ પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બને શખ્સ રસ્તે ઉભા હતા અને પોલીસને શકમંદ લગતા બંનેની અટકાયત કરી પૂછપછ કરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું કે બંને અમદાવાદના રહેવાસી છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

  આ બંન્નેએ કંઇક એવું કરતુત કર્યું કે, મહિલા સેલ્સમેનની નજર ચૂકવીને બેમાંથી એક સોનાનું ઘરેણું તેના કાન પાસે દબાવી દે છે અને ત્યાર બાદ પોતાના કપડામાં સંતાડી દે છે.બંને આરોપીઓએ કબુલાત કરી છે કે તેમની પાસે એક કાર છે અને તેના મારફતે તેઓ રાજસ્થાનના ભીલવાડા, જયપુર, બિકાનેર, તેમજ પુર્વોત્તમમાં ગૌહાટી અને દક્ષિણમાં કેરળ જેવા રાજ્યોમાં જ્વેલર્સના શો રૂમમા પોતાની હાથ ચાલાકી કરતા.હતા આ જોડી પહેલા શો રૂમમા જઈને રેકી કરે છે અને બાદમાં ઘટનાને અંજામ આપી ફરાર થઈ જાય છે.પરંતુ આ વખતે પોલીસના હાથમાં ઝડપાઈ ગયા છે

(8:55 am IST)