Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

યાત્રાધામ ડાકોરમાં મંદિર પાસે બે સગી બહેનોએ કરી ઝપાઝપી દર્શને આવેલી બંને વચ્ચે છૂટાહાથે મારામારી:વીડિયો વાયરલ

બાળક ગૂમ થતા સગી બહેન પર બાળક ચોર્યાંનો આરોપ મૂકીને ઝપાઝપી કરવા લાગી ;પોલીસે મામલો થાળે પાડ્યો

ડાકોર :યાત્રધામ ડાકોરમાં બે બહેનો વચ્ચે ઝપાઝપીનો વિડિઓ વાયરલ થયો છે આ વીડિયોમાં બે મહિલા છૂટ્ટાહાથે મારામારી કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ખેડામાં આવેલા ડાકોરના મંદિરનો છે. અહીં દર્શન કરવા આવેલી બે સગી બહેનો પરસ્પર ઝઘડી પડી હતી.

   પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે વીડિયોમાં બે મહિલા ઝપાઝપી કરતી દેખાઇ રહી છે. આ વીડિયો ખેડાના ડાકોર મંદિરનો છે. અહીં મહારાષ્ટ્રથી બે સગી બહેનો ભગવાનના દર્શન કરવા આવી હતી. આ દરમિયાન એક મહિલાનું બાળક ગુમ થઇ જતા તે આમતેમ શોધવા લાગી હતી. ત્યારબાદ આ મહિલાએ તેની સગી બહેન પર પોતાના બાળક ચોર્યાનો આરોપ લગાવી ઝઘડો કરવા લાગી. 

    સામા પક્ષે બીજી બહેને પણ તેણીનું બાળક ન ચોર્યું હોવાનું કહી ચોરીનો ખોટો આરોપ કેમ લગાવે છે તેમ કરી ઉશ્કેરાઇ ગઇ હતી. જોત જોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને બંને છુટ્ટાહાથે ઝપાઝપી કરવા લાગી. 

    બંને મહિલા એકબીજાને ઢીકાપાટુંનો માર મારવા લાગી આ દરમિયાન આસપાસના લોકોએ મોબાઇલમાં વીડિયો બનાવી લીધો જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે આ દરમિયાન જે મહિલાનો બાળક ખોવાઇ ગયો હતો તે પણ મળી આવ્યો હતો. તેમ છતા બંને મહિલાનો ઝઘડો ચાલું જ રહ્યો હતો. અંતે પોલીસે સમયસર આવી મામલો થાળે પાડ્યો હતો.

(8:52 am IST)