Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

અમદાવાદ : ઓઢવમાં બે શખ્શોએ એટીએમ કાપવા કોશિશ કરતા મશીનમાંથી આવ્યો ચોર ચોર અવાજ : નાશી છૂટયા

અમદાવાદ: ઓઢવમાં આવેલી પંજાબ નેશનલ બેંકના એટીએમ મશીનને કાપીને ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. શટર કાપીને બે શખ્સો એટીએમ સેન્ટરમાં ઘૂસ્યા હતા. પરંતુ જેવું મશીન કાપવા શરૂ કરતાં ચોર ચોર અવાજ મશીનમાંથી આવતા ચોર નાસી છૂટ્યા હતા.

   આ મામલે પંજાબ નેશનલ બેંકના મેનેજરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા હતા.

(8:14 pm IST)