Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં ઝપલાવશે ?:થર્ડ ફ્રન્ટમાંથી લડશે ચૂંટણી :મહેસાણા બેઠક પર મીટ

નજીકના વ્યક્તિઓએ મહેસાણાથી ચૂંટણી લડવા સૂચવ્યું :જોકે હાર્દિકની ઈચ્છા ઓછી :સુરક્ષિત સીટ માટેનો સર્વે ચાલુ

પાસ કન્વીનર હાર્દિક પટેલના ભાવિ પ્લાનને લઈને એક મોટા સમાચાર બહાર આવ્યા છે 2019માં લોકસભાની ચૂંટણી હાર્દિક પટેલ લડે તેવી શક્યતા છે.

   સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર હાર્દિક થર્ડ ફ્રન્ટથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. હાર્દિકને મહેસાણાથી લોકસભાની ચૂંટણી લડવા તેની નજીકના વ્યક્તિઓએ સજેશન આપ્યું છે

   જોકે સુત્રોના મતે હાર્દિકની મહેસાણાથી ચૂંટણી લડવાની ઈચ્છા ઓછી છે. સુરક્ષિત સીટ માટે હાર્દિક સર્વે કરાવી રહ્યો હોવાની પાટીદાર અગ્રણીઓમાં ચર્ચા ચાલી રહી છે.

(8:39 am IST)