Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવાની કામગીરી ઝડપી કરવા સાંસદ મનસુખભાઇ વસાવાએ સીએમને લખ્યો પત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નિવાસી સાંસદ મનસુખભાઇ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર દ્વારા આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવાની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માંગ કરી છે.
 સાંસદના આ પત્રમાં જણાવ્યા મુજબ વિધાનસભામાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બાબતે બિલ લાવી કાયદો બનાવ્યો, તે આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજના લોકોએ લીધા છે.આ ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે એક સિનિયર નિવૃત જ્જ્ના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી. આ અમિતિએ સાચા ખોટા પ્રમાણપત્રો ચકાસણી માટેનો આરંભ પણ કર્યો છે, પરંતુ તપાસમાં ખુબ જ વિલંબ થઈ રહ્યો છે, આદિવાસી સમાજના વિવિધ સંગઠનોનું માનવું છે કે આ તપાસ ઝડપથી થાય અને જેને ખોટા પ્રમાણપત્રો મેળવ્યા છે, તેવા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને તે બાબતનો અહેવાલ તાત્કાલિક ધોરણે ભારત સરકારમાં મોકલવામાં આવે તે બાબતનો અહેવાલ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને તે બાબતનો અહેવાલ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને તે માટે મારી તથા ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજના લોકોની લાગણી અને માંગણી છે

(11:31 pm IST)