Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અમદાવાદમાં ધો-૧૦ અને ધો-૧૨ના રિપીટર્સની પરીક્ષા રદ કરવાની માંગણી સાથે એન.એસ.યુ.આઈ દ્વારા સુત્રોચાર

શિક્ષણાધિકારીની કચેરી સામે સુત્રોચાર કરનારા એન.એસ.યુ.આઈના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત : પોલીસ બધોબસ્ત

અમદાવાદ : અમદાવાદ શિક્ષણાધિકારી કચેરીએ એન.એસ.યુ.આઈ દ્વારા રિપીટર્સની પરીક્ષા રદ કરવાની માંગ સાથે સુત્રોચાર કરવામાં આવ્યા હતાધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે NSUI દ્વારા અમદાવાદ DEO કચેરી ખાતે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. પોલીસે સુત્રોચાર કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. પરીક્ષાના 2 દિવસ અગાઉ NSUI પણ DEO કચેરીએ તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કરવાનું હતું.

અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ DEO કચેરી ખાતે NSUIના આગેવાનો દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવા માટે પહોંચ્યા હતા. DEO કચેરી પહોંચી સુત્રોચાર કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસે તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી. વસ્ત્રાપુર પોલીસે વિરોધ કરી રહેલા NSUIના તમામ આગેવાનોની અટકાયત કરી હતી. 15થી વધુ NSUIના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે અને DEO કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

NSUIના પ્રમુખ નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, સરકાર રિપીટર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ભર્યું વર્તન કરી રહી છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને રિપીટર્સની પરીક્ષા લેવામાં આવી રહી છે. રિપીટર્સને પણ કોરોના થવાનો ભય છે જેથી રિપીટર્સની પરીક્ષા રદ કરીને તેમને માસ પ્રમોશન આપવામાં આવે.

(8:23 pm IST)