Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ખેડાના રઢુમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા 9 લોકોને પોલીસે દબોચી લીધા

ખેડા: તાલુકાના રઢુ ગામે ખોડિયાર માતાના મંદિર પાછળ બાવળની ઝાડીના ઓથા તળે જુગારધામ ચાલી રહ્યું હોવાની માહિતી પોલીસને મળતાં જ ખાનગી વાહનોમાં સવાર થઈને ત્યાં પહોંચી દરોડો પાડતાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે અમદાવાદ ગ્રામ્યના ૯ વ્યક્તિઓને દબોચી લીધા છે. જેમાં અનવરહુસેન રૂસ્તમમીયાં પરમાર (રહે. કોસીન્દ્રા, તા. દસક્રોઈ), મહંમદતારીખ અતામહંમદ રાજપૂત (રહે. અમદાવાદ), પરેશ નંદલાલ કા.પટેલ (રહે. ધોળકા), જગદીશ ઈશ્વર ઠાકોર (રહે. કોસીન્દ્રા, તા. દસક્રોઈ) , ઈમરાન ઉર્ફે પઠાણ ઈમ્તીયાજખાન પઠાણ (રહે. અમદાવાદ), રહેમતઅલી ઈફાયતઅલી સૈયદ (રહે. અમદાવાદ), લાલા ચંદુભાઈ ચૌહાણ (રહે. કોસીન્દ્રા, તા. દસક્રોઈ), અકબર સુલેમાન ચોપડા (રહે. સરખેજ, અમદાવાદ) અને મહેબૂબ ઉમરભાઉ ગડીત (રહે. ધોળકા)નો સમાવેશ થાય છે.

જ્યારે અહીંયા જુગારધામ ચલાવતો મુખ્ય સૂત્રધાર આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મહીશી અજીતસિંહ વાઘેલા (રહે. રઢુ) પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે પકડાયેલા ૯ વ્યક્તિઓની તલાશી લેતાં કુલ રોકડ રૂપિયા ૧ લાખ ૫૪ હજાર, ૮ મોબાઈલ ફોન કિંમત રૂા. ૫૨ હજાર ૫૦૦ તેમજ અમદાવાદ ગ્રામ્યના પાર્સિંગની એક સ્વિફ્ટ ગાડી તથા બે મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૫ લાખ ૧ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

(6:29 pm IST)