Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ડાંગમાં ધોધમાર વરસાદથી જીવંત થયો ગીરા ધોધઃ ધોધમાંથી પડતા પાણીથી સર્જાયો અદ્‌ભૂત નજારોઃ સોળે કળાએ ખીલી કુદરત

કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા સૌંદર્ય ખીલી ઉઠયુ છે. ગીરા ધોધ જીવંત થયો છે અને ધોધમાંથી પડતા પાણીથી અદ્‌ભૂત નજારો સર્જાયો છે. અંબિકા નદી પર આવેલ આ ગીરા ધોધને નિહાળવા દુર-દુરથી પ્રવાસીઓ ઉમટતા હોય છે. ચોમાસામાં પહેલી વાર ગીરા ધોધ જીવંત બનતા આજુબાજુનો માહોલ સ્‍વર્ગ જેવો જણાઇ રહ્યો છે.

 

(11:08 am IST)