Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ: ઉમરગામ, વાપી અને પારડીમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો

તિથલ રોડ ચાર રસ્તા અને કલેકટર ઓફિસની આસપાસ પાણી ભરાયા

 

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામ, વાપી અને પારડીમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વલસાડ તાલુકામાં પણ સાંજ સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ થોડા જ વરસાદમાં વલસાડના મુખ્યમાર્ગ તિથલ રોડ ચાર રસ્તા અને કલેકટર ઓફિસની આસપાસ પાણી ભરાયા હતા.

(1:01 am IST)