Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

રાજપીપળા 181 મહિલા હેલ્પલાઇને ગરુડેશ્વર તાલુકાની મહિલાને ત્રાસ આપતા સસરિયાઓ સાથે સમાધાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા પાસેના એક ગામમાં પરણાવેલી ૨૭ વર્ષના પરણીતાને પતિ, સાસુ - સસરા, જેઠ - જેઠાણી માનસિક ત્રાસ આપી તેને તને રાખવી નથી કહીને ઝગડો કરી કાઢી મૂકતા હેલ્પલાઈનની મદદ માંગી હતી.

મળતી માહિતી મુજબ આ મહીલાને બે સંતાનો છે છોકરી અઢી વર્ષ અને છોકરો સાત મહિના નો છે,તેમના પતિ કામથી બહાર રેહતા હતા.જેથી આ મહિલા સાસુ - સસરા અને જેઠ - જેઠાણી સાથે રહેતા હોય તેમને રોજ માનસિક ત્રાસ આપે અને જેઠ દારૂ પી આવીને ઝગડા કરે અને સાસુ પણ રોજ ધમકી આપે તને કાઢી મૂકવી છે. તેમજ તેમના પતિએ એક મહિનાથી મારા સાથે વાત નથી કરતા અને મારો નંબર પણ બ્લોક કરી દીધો હતો. અને મેસેજ કરી પૂછું ક્યારે આવશો તો આવતા વરસે આવીશ એવા જવાબ આપે છે, માટે તેમને કામ પરથી ઘરે બોલાવી લાવી તો ઘરના ની વાત માની તેમને મને મારી  ઝગડા કરી ઘર માંથી કાઢી મૂકી અને મારા બંને છોકરાઓ લઈ લીધા. હું ત્રણ દિવસ પિયર રહી અને છોકરાઓને લેવા આવતી તો બાંધીને મારશું એવી ધમકી આપે અને છોકરાઓ સંતાડી દે છે.અને આપતા જ નથી. મારે અહીં જ રહેવું છે.અને તેઓ મને કાઢી મૂકવા ઝગડો કરે છે. ત્યારબાદ અભ્યમ ટીમે સામે પક્ષ ને શાંતિ થી સમજાવ્યા અને કાયદાકીય માહિતી આપી આ પારિવારિક ઝગડા નું નિરાકરણ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી

(12:27 am IST)