Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સુનિતા યાદવનો નવો વિડિઓ વાયરલ : નાના વેપારીઓને ઉઠબેસ કરાવતા વીડિયોની સોશ્યલ મીડિયામાં જબરી ટિક્કા

“મિત્રો તમે જેને લેડી સિંઘમ કહો છો, તે લેડી સિંઘમ નથી, પોતે માનસિક રીતે પાગલ હોય તેવું વર્તન : નવી નવી કોમેન્ટો

સુરતઃ છેલ્લા ત્રણેક દિવસથી સોશિયલ મીડિયા પર સુરતની લેડી પોલીસ કોન્સ્ટેબલની માનસિકતા અંગે લોકોને તરેહ તરેહના અભિપ્રાય આપી રહ્યા છે, આરોગ્ય મંત્રી કાનાણીના પુત્ર સાથે જીભાજોડીને પગલે લોકો જેને લેડી સિંઘમના નામે હીરો બનાવી રહ્યા હતા. પરંતુ એક પછી એક તેની વર્તણૂકના વીડિયો વાયરલ થયા બાદ લોકો વિચાી રહ્યા છે કે તેને લેડી સિંઘમ કહેવાય? સોમવારે સાંજે વાયરલ થયેલા નવા વીડિયોમાં તો સુનિતા હદ વટાવતી દેખાય છે. આ વીડિયો થોડો જુનો છે. પરંતુ તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે સુનિતા પોતાના સ્ટાફ સાથે વેપારીઓને સાગમટે ઉઠબેસ કરાવી રહી છે. સાથે બોલતી સંભળાય છે કે ચાલુ રાખો…. ચાલુ રાખો…

આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સાથે નવી નવી કોમેન્ટ પણ થઇ રહી છે કે “મિત્રો તમે જેને લેડી સિંઘમ કહો છો, તે લેડી સિંઘમ નથી, પોતે માનસિક રીતે પાગલ હોય તેવું વર્તન આ વેપારીઓ સાથે કરે છે. આ નાના વેપારીઓ છે, કોઇ અશ્વિની કુમારના ગળાની પટરી પર દારુ વેચનારા નથી….#sunitayadavના હેસટેગથી સોશિયલ મીડિયા પર સુનિતાથી બહુ ટીકા થવા લાગી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સુનિતા યાદવને ક્યાં કાયદામાં સજા કરવાનો અધિકાર આપેલો છે.

નોંધનીય છે કે શનિવારે કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને આરોગ્યમંત્રી કાનાણીના પુત્ર પ્રકાશ વચ્ચે તેના મિત્રોના મામલે રકઝક થઇ હતી. જેમાં સુનિતા ઓડિયોમાં પ્રકાશને રાત્રે કરફ્યૂનો ભંગ કરવાના મામલે નેતા કે મંત્રીના પુત્ર હોય તો પણ કાયદાનું પાલન કરવાનું કહે છે. મામલો તેનાથી પણ આગળ વધ્યો હતો અને બીજા દિવસે વીડિયો બહાર આવ્યો, જેમાં સુનિતા મંત્રી કાનાણીને કાયદાના પાઠ ભણાવતી દેખાય છે. સાથે તેણે મીડિયાવાળા પર પણ આક્ષેપ કર્યા હતા. જો કે હવે તે પોતે ફસાઇ રહી છે. તેણે મંત્રીના દિકરાને સરકારી ટેગવાળી ગાડી ચલાવવાનો અધિકાર નથી, વારંવાર મંત્રીને કહેતી સંભળાય છે. હવે તેના પિતા પોલીસમાં ન હોવા છતાં પોલીસ લખેલી ગાડી ફેરવી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે. તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે.

(11:32 pm IST)