Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અમદાવાદ મનપાની કડક કાર્યવાહી : 376 યુનિટો સીલ કરાયા : 3.57 લાખનો દંડ વસૂલાયો

જાહેરમાં માસ્ક નહીં પહેરવા તથા થુંકનાર સામે પણ લાલઆંખ :પાનના ગલ્લાંવાળાઓ પાસેથી 1,02,500નો દંડ વસૂલ કરાયા

અમદાવાદ: શહેરમાં માસ્ક નહીં પહેરનાર તેમ જ જાહેરમાં થુંકનારા નાગરિકોને દંડ કરવાની મ્યુનિ. દ્રારા હાથ ધરાયેલી કાર્યવાહી હેઠળ 376 યુનિટોને સીલ કરાયા છે. જયારે 3.59 લાખનો દંડ વસૂલ કર્યો હતો.

કોવીડ 19ને અટકાવવા માટે જાહેર કરેલી જોગવાઇનો ભંગ કરનારા સામે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટીમ દ્રારા જાહેરમાં થુંકવા કે પછી માસ્ક નહીં પહેરવા બદલ કડક કાર્યવાહી શરૂ કરી છે. તેના ભાગરૂપે જ આજે સોમવારે સીલ કરાયેલા 376 યુનિટોમાં પૂર્વ વિસ્તારમાં 27, પશ્ચિમ વિસ્તારમાં 71, ઉત્તર ઝોનમાં 4, દક્ષિણ ઝોનમાં 67, મધ્ય ઝોનમાં 51, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 65 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 31 યુનિટોનો સમાવેશ થાય છે.

આ જ રીતે શહેરના સાત ઝોનમાં 856 માસ્કર નહીં પહેરવાના કેસો કર્યા હતા. તેમાં સૈથી વધુ દક્ષિણ ઝોનમાં 153 કેસો કરીને 54,300નો દંડ વસૂલ કર્યો હતો. જયારે પાનના ગલ્લાંવાળાઓ પાસેથી 1,02,500નો દંડ વસૂલ કરાયો હતો.

મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરિયા વિભાગ દ્રારા મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાંના ભાગરૂપે સઘન ઝુંબેશની કામગીરી કરાઇ હતી. શહેરના સાત ઝોનની 329 સોસાયટીઓની મુલાકાત લઇને 18,736 ઘરોમાં ચેકીંગ કાર્ય હાથ ધર્ને 374 ઘરોમાં બ્રિડીંગ મળી આવ્યા હતા. જેથી આ ઘરના માલિકો પાસેથી 28,250 રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.

શહેરી વિકાસ અને શહેરી ગહ નિર્માણ વિભાગ દ્રારા અમદાવાદ, સુરત અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં મર્જ થયેલી નગરપાલિકાના ચાર ચીફ ઓફીસરોની નિમણૂંકો કરવામાં આવી છે. જેમાં પેથાપુર નગરપાલિકાના ચીફ ઓફીસર આર.એમ. દંતાણીની ગાંધીનગર, સચિન નગરપાલિકાના ચીફ ઓફીસર નિલકંઠ અણઘણ અને કનકપુર કનસાડ નગરપાલિકાના ચીફ ઓફીસર કેશવલાલ કોલડીયાની સુરત તેમ જ બોપલ ઘુમાના ચીફ ઓફીસર કુ. ઊર્મિલા એમ. સુમેસરાની અમદાવાદ મહાનગરપાલિકામાં નિમણૂંક કરાઇ છે.

(11:04 pm IST)