Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પાંચ દિવસમાં હળવાથી ભારે વરસાદની આગાહી

૩૫ તાલુકામાં આજે વરસાદ નોંધાયો

અમદાવાદ,તા.૧૩ : રાજ્યમાં ભારે અને મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  વરસાદ નોંધાયો છે.રાજ્યમાં આગામી પાંચ દિવસમાં હળવાથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવી છે.હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૧૬ થી ૧૮ જુલાઇ અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.આજે સવારે વાગ્યાથી બપોરના ૧૨ સુધી સુરત શહેરમાં ઇંચ થી વધુ ૩૦ મિમિ વરસાદ પડ્યો છે.જ્યારે ગીર ગઢડામાં ૨૦ મિમિ, ડેડિયાપાડામાં ૧૭ મિમિ, જાફરાબાદમાં ૧૪ મિમિ, કામરેજમાં ૧૩ મિમિ, સુરતના માંગરોળ ,ભિલોડા અને દાતામાં ૧૦-૧૦ મિમિ, જુનાગઢ , જુનાગઢ શહેર અને પારડીમાં - મિમિ, કડાણા અને પોશિનામાં - મિમિ, બારડોલી અને ઉમરગામમાં - મિમિ,તેમજ વિસનગરમાં મિમિ વરસાદ પડ્યો છે.

(9:54 pm IST)