Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વલસાડ એલસીબી પોલીસે યુ,.એસ.બનાવટની રિવોલ્વર અને 40 જીવતા કાર્ટુસ સાથે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનની ધરપકડ કરી

પી.આઇ ડી.ટી.ગામીતના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.આઇ.રાઠોડ અને તેમની ટીમના એ.એસ.આઈ મીયામહંમદ શેખ, રીતેશભાઈ પટેલ , હરદેવસિંહ રાણાની સફળ કામગીરી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ એલસીબી પોલીસે  ઘડોઈના અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન પાસેથી યુ.એસ.બનાવટની રૂ.1 લાખની કિંમતની રિવોલ્વર અને 40 જીવતા કાર્ટુસ સાથે ધરપકડ કરી હતી. એલસીબી પોલીસને  મળેલી બાતમી ના આધારે પી.આઇ ડી.ટી.ગામીતના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.આઇ.રાઠોડ અને તેમની ટીમના એ.એસ.આઈ  મીયામહંમદ શેખ, રીતેશભાઈ પટેલ , હરદેવસિંહ રાણા ઘડોઈ નજીકથી પસાર થઈ રહેલા યશ અશોક પટેલ (રહે.ઘડોઈ,દેસાઈ ફળિયું )પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં મુકેલી યુ.એસ બનાવટની રૂ.1 લાખની કિંમતની રિવોલ્વર અને 40 જીવતા કાર્ટુસ ઝડપી પાડ્યા હતા.ઉપરાંત 40 હજારની કિંમતનો એપલ આઈફોન, કાર્ટુસ વાળું ખાલી બોક્સ પણ કબ્જે કર્યા હતા.પૂછપરછમાં યશે જણાવ્યું કે આ રિવોલ્વર તેને દીપિકા જ્યંતી પટેલ (રહે.સૂર્ય દર્શન સોસાયટી,સેગવી.કે.રોડ )એ વેચવા માટે આપી હતી.પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.વધુ તપાસ વલસાડ  રૂરલ પોલીસ કરી રહી છે.

(9:07 pm IST)