Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જૈન સમાજમાં હાહાકાર સંત-સતીજી બન્યા કોરોના કેરનાં ભોગ

મુંબઈમાં આશરે ૧૦૦૦ જેટલા જૈન સંતો વિવિધ જૈન સંધોમાં બિરાજમાન

મુંબઈ મહાનગર માં કોરોના દિન-પ્રતિદિન વધતો જાય છે.  આશરે ૧૦૦૦ જેટલા જૈન સંતો મુંબઈ મહાનગરીમાં વિવિધ જૈન સંધોમાં બિરાજમાન છે.  જૈનોનાં ચારેય ફિરકાના સંતોમાંથી ચાર દેરાવાસી સંતો અને એક સ્થાનકવાસી મહાસતીજીને કોરોના પોઝીટીવ આવેલ છે.

 

   આચાર્ય પૂ. જગવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ, ગણિ પૂ. દાનવલ્લભ વિ. મહારાજ સાહેબ, મુનિ ધૈર્યવલ્લભ વિ. મ.સા. , મુનિ કૃતાર્થ વલ્લભ વિ. મ.સા. ને મુંબઈ ઘાટકોપર થી નાસિકની મેગ્નમ હોસ્પીટલમાં દાખલ કરેલ છે. અને ધાનેરા સ્થા. જૈન સંઘ ગોવાલીયા ટેંક મુંબઈ માં દરિયાપુરીનાં સંપ્રદાયનાં પૂ.અરૂણાાબાઈ મહાસતીજી નાં સુશિષ્યા પૂ. તેજસ્વીનીજી મ.સ. ને કોવિડ - ૧૯ રિપોર્ટ આજે પોઝીટીવ આવેલ છે.
જૈન સંતો ઘરે ઘરે ભિક્ષા માટે જાય છે.  જે આ મહામારીના કપરા સમયે યોગ્ય નથી.તેમજ વિશેષ લોકોનાં સંપર્કોથી સંઘોએ સંતોને દૂર રાખવા હિતાવહ છે.  સંતો જૈનશાસનની મહામૂલી મૂડી છે.
           દરેક સંત-સતીજી સાવચેત રહે, કોરોનાનો કેર દિન-પ્રતિદિન વધી રહયો છે.  સ્વસ્થ રહેશો તો આગળ જતાં શાસન પ્રભાવના થશે.  લોક સંપર્કથી દૂર રહો, સોસાયટીઓમાં
ગૌચરી પાણી ન જવુ, ધર્મસ્થાનકોથી બહાર ન નીકળવું.
સંત-સતીજી જલ્દી સ્વસ્થ બને તેવી પરમાત્માને પ્રાર્થના, શ્રાવક - શ્રાવિકાઓએ ઘરમાં રહી આરાધના કરવી હિતાવહ છે

(8:41 pm IST)