Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

આરોગ્ય સચિવની જાહેરાત :રાજકોટ અમદાવાદ અને સુરતમાં વધુને વધું ટેસ્ટ લેવાઈ રહ્યાં છે :અન્ય જિલ્લાની સરખામણીએ રાજકોટની સ્થતિ સારી

જે વિસ્તારોમાં કોરોના ના કેસો આવે તે વિસ્તારમાં પીળા કલરના અને લાઈટ બ્લુ કલરના ખાસ સાઈન બોર્ડ મુકાશે

રાજકોટ : રાજકોટમાં રાજ્યમાં આરોગ્ય સચિવ ડો, જયંતિ રવિએ કહ્યું હતું કે રાજકોટ,અમદાવાદ અને સુરતમાં વધુ ને વધુ ટેસ્ટ લેવાઈ રહ્યાં છે ,જયંતિ રવિએ એમ પણ જણાવ્યું હતું કે રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીએ રાજકોટની સ્થિતિ સારી છે એની પાછળ દરેક તંત્ર દ્વારા લેવાયેલ પગલાં અને લોકોની જાગૃતિને કારણે સ્થિતિ સારી છે

 આ ઉપરાંત આરોગ્ય સેવા અંતર્ગત જે વિસ્તારોમાં કોરોના ના કેસો આવે તે વિસ્તારમાં પીળા કલરના અને લાઈટ બ્લુ કલરના ખાસ સાઈન બોર્ડ મુકાશે

આ ઉપરાત ધનવનતરી રથ મારફત ઘરે ઘરે ખાસ સર્વે..સામાન્ય અસર હોય તેને હોમ આઇસોલેશન કે નવા કોવિડ કેર સેન્ટરમાં તાકીદ ની સારવાર કરાશે

ધનવતરી રથ મારફત લોકો ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ના સફળ પ્રયાસો કરાશે

તેમણે એમ પણ કહ્યું હતું કે સ્વીઝરલેન્ડ ની કમ્પની રોસ કંપની ની 40 હજાર ની દવા પણ રાજ્ય સરકારે કોરોના ને mhat કરવા મગાવી છે

સરકાર દ્વારા આરોગ્ય સચિવ ને ત્રણ જિલ્લા રાજકોટ જામનગર અને સુરેન્દનગર નો હવાલો સોપાયો છે

રાજકોટમાં આરોગ્ય સચિવે પત્રકાર પરિષદ સંબોધી તે નજરે પડે છે સાથે કલેકટર શ્રી રેમ્યા મોહન અને રાજકોટ ના ખાસ આરોગ્ય અધિકારી dr. રાહુલ ગુપ્તા અને મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ નજરે પડે છે( તસ્વીર સંદીપ બગથરીયા

(8:37 pm IST)