Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : રેકોર્ડબ્રેક વધુ 902 કેસ નોંધાયા : કુલ કેસ 42,808 થયા : વધુ 10 લોકોના મોત : મૃત્યુઆંક 2057 થયો

સુરતમાં સૌથી વધુ 287 કેસ, અમદાવાદમાં 164 કેસ ,વડોદરામાં 74 કેસ, જૂનાગઢમાં 46 કેસ,ભાવનગરમાં 40 કેસ, રાજકોટમાં 34 કેસ અને અમરેલીમાં 29 તેમજ સુરેન્દ્રનગરમાં નવા 26 કેસ : વધુ 608 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ 29,806 દર્દીએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 902 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 608 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 10 દર્દીના મૃત્યુ થયા છે. આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 42,808 થઇ છે

 

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 10,945 છે. આ એક્ટિવ કેસમાંથી 10,841 દર્દી સ્ટેબલ છે જ્યારે 74 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 608 દર્દીઓ સાજા તાહતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,806 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 2057 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

 

 આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 207 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 152 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 287 થયા છે  અમદાવાદ જિલ્લામાં 164 નોંધાયા છે જયારે વડોદરામાં 74 કેસ, જૂનાગઢમાં 46 કેસ,ભાવનગરમાં 40 કેસ, રાજકોટમાં 34 કેસ અને અમરેલીમાં 29 તેમજ સુરેન્દ્રનગરમાં નવા 26 કેસ નોંધાયા છે

(8:12 pm IST)